મોરબીમાં રહેણાંક મકાનમાંથી રૂ. ૨૯ હજારનો વિદેશી દારૂ ઝડપાયો

- text


 

મકાનમાલિક હાજર ન મળી આવતા એ ડિવિઝન દ્વારા તેની શોધખોળ

મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં એ ડિવિઝન પોલીસે દરોડો પાડી રૂ. ૨૯ હજારની કિંમતનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે. જો કે મકાન માલિક હાજર મળી આવેલ ન હોય તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ એ ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે શબ્બીરભાઈ આદમભાઈ ઉર્ફે આદુભાઈ સેડાત રહે પંચાસર રોડ ખ્વાજા પેલેસની બાજુમા મોરબીવાળો પોતાના રહેણાંક મકાનમા ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી દારૂનુ વેચાણ કરેછે. જેથી હકિકત આધારે રેઇડ કરતા રહેણાંક મકાને આરોપી હાજર મળી આવેલ નહી તેમજ તેના રહેણાંક મકાનમાથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૯૨ કિ.રૂ.૨૯૨૫૦/- નો મુદામાલ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરીમાં પીઆઇ એચ.એ.જાડેજા, પો.સબ.ઇન્સ કે.એચ.ભોચીયા, એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા, કિશોરદાન ગઢવી, પો.હેડ કોન્સ. કિશોરભાઇ મિયાત્રા, એ.પી.જાડેજા, પો.કોન્સ ચકુભાઇ કરોતરા, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઇ લોખીલ, અરજણભાઈ ગરીયા, તેજાભાઇ ગરચર તથા હિતેષભાઇ ચાવડા રોકાયેલ હતા.

 

- text