ભારે કરી ! તસ્કરો તપેલા, થાળી, વાટકા અને ડોલ સહિત 44.5 હજારનો માલ ચોરી ગયા

- text


માળીયા – જામનગર હાઇવે ઉપર જસાપર નજીક હોટલમાં ચોરી

મોરબી : માળીયા – જામનગર હાઇવે ઉપર જસાપર નજીક આવેલી હોટલના ગ્રાઉન્ડમાંથી તસ્કરો થાળી, વાટકા, ડોલ, તપેલા, ગ્લાસ, જિગરીયું મશીન સહિત રૂપિયા 44,500ના મુદામાલની ચોરી કરીને લઇ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

પ્રાપ્ત વિગતો મુજન માળીયા – જામનગર હાઇવે ઉપર જસાપર નજીક આવેલ ક્રિષ્ના હોટલના ગ્રાઉન્ડમાં આવેલ પંચરની ઓરડીમાં રાખવામાં આવેલ 50 તપેલા, 25 પંજાબી ડિશ, 175 સ્ટીલની થાળી, 50 ગ્લાસ, 150 વાટકા, 4 એલ્યુમિનિયમ ડોલ, જિગરીયું મશીન, ટ્રકની વ્હિલ પ્લેટ, લોખંડની ચેનલ તેમજ લોખંડની સાકળનું ટોચન સહિત કુલ રૂપિયા 44,500ના મુદામાલની કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા આ મામલે માવજીભાઈ સુખાભાઈ ચાવડાએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text