મોરબીના જીપ્સમ શીટના ઉત્પાદકને મુંબઈના વેપારીએ 46 લાખનો ધૂમ્બો માર્યો

- text


માળીયા પોલીસ મથકમાં અરજી કર્યા બાદ 6 મહિને ગુન્હો દાખલ

મોરબી : માળીયા હાઇવે ઉપર ભીમસર ચોકડી નજીક જીપ્સમ – પીઓપીની શીટ બનાવતા મોરબીના ઉદ્યોગકાર પાસેથી મુંબઈના વેપારીએ ઉધારમા માલ ખરીદવાની સાથે સાતેક લાખ રોકડા હાથ ઉછીના મેળવ્યા બાદ દોઢેક વર્ષથી આજે નાણાં આપું કાલે આપું કહી હીંચકા નાખવાનું શરૂ કરી કુલ રૂપિયા 46.25નો ધૂમ્બો મારી દેતા માળીયા પોલીસ મથકમાં છ મહિના પૂર્વે કરેલી અરજી બાદ અંતે ગઈકાલે વેપારી દંપતિ વિરુદ્ધ છેતરપિંડી મામલે ગુન્હો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા હાઇવે ઉપર ભીમસર ચોકડી નજીક એરકોન માઇક્રોન્સ નામની જીપ્સમ શીટ બનાવતી ફેકટરીના ભાગીદાર નિલેશભાઈ બચુભાઇ ગડારાએ માળીયા પોલીસ મથકમાં ગત તા.14 જુલાઈએ કરેલી અરજી બાદ ગઈકાલે માળીયા પોલીસ દ્વારા મુંબઈ રહેતા વેપારી ગુસમહમદખાન ઉર્ફે સજ્જનખાન અને તેમના પત્ની તાહીરા ગુસમહમદખાન વિરુદ્ધ આઇપીસી કલમ 406,420 અને 114 મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

- text

ફરિયાદી નિલેશભાઈના જણાવ્યા મુજબ મુંબઈના ગુસમહમદખાન ઉર્ફે સજ્જનખાન દ્વારા તેમની કંપનીમાંથી 30 દિવસની ઉધારીએ અત્યાર સુધીમાં કુલ 1,99,84,049ના માલની ખરીદી કરી હતી જે પૈકી 39,13,129 બાકી નીકળતા હોય આરોપી દંપતિ દ્વારા અવાર નવાર ઉઘરાણી કરવા છતાં નહિ ચુકવતા હોવાનું તેમજ રૂપિયા 7,12,422 હાથ ઉછીના મેળવ્યા હોય જે પણ પરત નહિ કરતા આ મામલે માળીયા પોલીસ મથકમાં અરજી કરતા માળીયા પોલીસે તપાસના અંતે બન્ને મુંબઈગરા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text