મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે તુલસી દિવસ નિમિત્તે તુલસી પૂજન કરાયું

- text


મોરબી: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત મોરબીની નવયુગ વિદ્યાલય દ્વારા ભારતીય સંસ્કૃતિની જૂની પરંપરાને ઉજાગર કરવા અને વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિનો પરિચય મળી રહે તે હેતુ સાથે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આજરોજ તુલસી દિવસની ઉજવણી નિમિત્તે ધોરણ 3 થી 6 ના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી તુલસી લાવીને વિધિવત બ્રાહ્મણ દ્વારા તુલસી પૂજન કર્યું હતું તથા તુલસી સ્ત્રોતનું પઠન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નાના ભૂલકાઓએ ડ્રોઈંગ સ્પર્ધા અને સંસ્કૃતિના ધાર્મિક પાત્રની વેશભૂષા સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો.

ધોરણ 7 થી 11 ના વિદ્યાર્થીઓની ભારતીય સંસ્કૃતિનો વારસો અને તુલસીના મહત્વ ઉપર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. સાથે સાથે વાલીઓને તથા વિદ્યાર્થીઓને તુલસીના 501 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોર્ડના વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ યજ્ઞમાં સમિધ સાથે આહુતિ આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા

- text

- text