મોરબીની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળા ખાતે ક્વિઝ સ્પર્ધા યોજાઈ

- text


મોરબીઃ નાનીવાવડી કુમાર અને કન્યા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુમાર અને કન્યાની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.

આ સ્પર્ધામાં સૌપ્રથમ ક્વિઝના નિયમોની જાણકારી આપવામાં આવી હતી. ક્વિઝમાં કુલ ચાર રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ રાઉન્ડમાં ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. બીજો રાઉન્ડ 50-50 હતો, જેમાં રમતગમત આધારિત પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રીજા રાઉન્ડમાં ધાર્મિક સ્થળો અને સંતો આધારિત પ્રશ્નોતરી કરવામાં આવી હતી. ત્યારબાદ અંતિમ અને ચોથા બજર રાઉન્ડમાં કહેવતો અને ગાણીતિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અંતે સૌથી વધુ ગુણ મેળવનાર વીર સાવરકર ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

- text

ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. આ તકે નાનીવાવડી સી.આર.સી. કોઓર્ડીનેટરે ખાસ ઉપસ્થિત રહી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ કાર્યકમને સફળ બનાવવા બને શાળાના તમામ શિક્ષક ભાઈઓ-બહેનોએ પોતાની ફરજ અદા કરી હતી.

- text