મોરબીમાં ઘુળ ખાતી નવી નકોર સીટી બસ નવા રૂટ ઉપર ચાલુ કરો

- text


સરનામાં વગરની સીટી બસ લોકો ઉપયોગી બને તે માટે દરેક રૂટ પર યોગ્ય ટાઈમ ટેબલ, બસ સ્ટોપ બોર્ડ મુકવા અને પિકઅપ સ્ટેન્ડ બનાવવા અંગે જાગૃત નાગરિક દ્વારા ધારાસભ્ય-પાલિકાને રજુઆત

મોરબી : મોરબી શહેરમાં હાલમાં ચાલતી સીટી બસો યોગ્ય ટાઈમ ટેબલ, બસ સ્ટોપ બોર્ડ મુકવા અને પિકઅપ સ્ટેન્ડ સહિતની સુવિધાના અભાવે આ સેવા બહોળા લોક સમુદાય માટે ઉપયોગી બની નથી. તેમજ કેટલીક નવી નકોર સીટી બસ ધુંળ ખાતી હોય અન્ય રૂટમાં ચાલુ કરવામાં આવે તો સ્થાનિક લોકોને સારો એવો ફાયદો થાય એમ છે. આથી સીટી બસ સેવા ખરા અર્થમાં લોક ઉપયોગી બને તે માટે તેનું ફલક વિસ્તૃત બનાવવાની માંગ સાથે જાગૃત નાગરિક દ્વારા ધારાસભ્ય અને પાલિકાને રજુઆત કરવામાં આવી છે.

મોરબીના જાગૃત નાગરિક પી.એમ. પટેલે મોરબી નગરપાલિકાને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબી નગરપાલિકા દ્વારા છેલ્લા સાત વર્ષથી સીટી બસો ચલાવવામાં આવી છે. જેમાં હવે ઘણા વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. પણ હજુ પણ કેટલાક મહત્વના રૂટ ઉપર સીટી બસ જતી ન હોય આવા બાકી રહેલા વિસ્તારમાં સીટી બસ ચાલુ કરવી જરૂરી છે. બીજી બાજુ કેટલીક વધારાની બસો ઘુળ ખાય છે. આથી આવી બસો અત્યાર સુધી વંચિત રહેલા રૂટ મોરબીથી રવાપર રોડ, મોરબીથી નાની વાવડી, મોરબીથી પંચાસર રોડ, મોરબીથી અમરેલી, જુના બસ ડેપો, રેલવે સ્ટેશન, જિલ્લા સેવા સદન, નઝરબાગ, એલ.ઇ.કોલેજ સહિતના સ્થળે ચાલુ કરવાની માંગ કરી છે.

- text

જો કે મોરબીમાં હાલમાં જે વિસ્તારમાં સીટી બસ ચાલુ છે ત્યાં સ્ટોપ અને ટાઈમ ટેબલ જ ન હોવાથી ઘણા લોકો સીટી બસનો લાભ લઇ શકતા નથી. આથી હાલમાં ચાલતી સીટી બસ લોકો ઉપયોગી બને તે માટે દરેક રૂટ પર યોગ્ય ટાઈમ ટેબલ, બસ સ્ટોપ બોર્ડ મુકવા અને પિકઅપ સ્ટેન્ડ બનાવવાની માંગ કરી છે.

- text