30 ડિસેમ્બરે મોરબીમાં વિરદાસબાપુની 18મી પુણ્યતિથિ મહોત્સવ ઉજવાશે

- text


મોરબી : સમસ્ત પ્રજાપતિ સમાજના આરાધ્ય દેવી અને આસ્થાનું કેન્દ્ર એવા વરિયા માતાજી મંદિર મોરબીના મહંત ગુરુ વિરદાસબાપુની 18મી પુણ્યતિથિ મહોત્સવ આગામી તારીખ 30 ડિસેમ્બરને શુક્રવારના રોજ વરિયા મંદિરે યોજાશે. ઠાકર ભજન મંડળ અને જય ગુરુદેવ ગ્રુપ તેમજ સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા ધર્મોલાસ સાથે આ કાર્યક્રમ ઉજવવાનું આયોજન કરાયું છે જે માટે સેવકો અને કાર્યકર્તાઓ દ્વારા તડામાર તૈયારીઓનો આરંભ કરી દેવાયો છે.

આગામી 30 ડિસેમ્બર ને શુક્રવારના રોજ દિવસ દરમ્યાન વરિયા મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સવારે 8-30 કલાકે મોરબીની વૈદિક યજ્ઞ સમિતિના સહયોગથી પંચકુંડી વૈદિક યજ્ઞ યોજાશે. તેમજ બપોરે 3 કલાકે સત્યનારાયણ ભગવાનની કથા યોજાશે. 4 કલાકે બટુકભોજન કરાવાશે. સાંજે 5 કલાકે ગોકુળના બાલાહનુમાન ધૂન મંડળ અને વરિયા મહિલા ધૂન મંડળ દ્વારા ધૂન કીર્તનનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સાંજે 6 કલાકે ગુરૂજીની મહાઆરતી યોજાશે. જેમાં સમસ્ત પ્રજાપતિ સમાજના ભાઈઓ-બેહનો, સેવકો અને ભક્તો દ્વારા સમૂહમાં આરતી ઉતારશે.

- text

સાંજે 6-30 થી 8 કલાક સુધી મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જેમાં મોરબી, થાનગઢ, વાંકાનેર, રાજકોટ તેમજ આજુબાજુના ગ્રામ્યવિસ્તારના પ્રજાપતિ સમાજના ઉંબરાદિઠ એક વ્યક્તિ જોડાશે. રાત્રે 9-30 કલાકે સંતવાણીનું આયોજન કરાયું છે. જેમાં ગાંધીધામ કચ્છના સુપ્રસિદ્ધ સંતવાણી આરાધક પરશુ પ્રજાપતિ, અશોકભાઈ પ્રજાપતિ સહિત પ્રજાપતિ સમાજના નામી અનામી કલાકારો દ્વારા સંતવાણી રજુ કરાશે. આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન પ્રજાપતિ સમાજના ગુરુદ્વારા શ્રી નકલંકધામ હડમતિયાના મહંત ગુરુ મેહુલદાસબાપુ તેમજ વાવડી આશ્રમથી જયરાજનાથજી બાપુ ખાસ ઉપસ્થિતિ રહેશે.

- text