જૂના ઘાંટીલા હાઈસ્કૂલ ખાતે કેન્સર જાગૃતિ અને હિમોગ્લોબીન તપાસ-સારવાર કેમ્પ યોજાયો

- text


મોરબી : માળીયા તાલુકાના જૂના ઘાંટીલા હાઈસ્કૂલ ખાતે કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન ડિવિઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટી અને કુંડારીયા એનેમિયા પ્રિવેન્શન પ્રોગ્રામ બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે કેન્સર જાગૃતિ અભિયાન અને હિમોગ્લોબીન તપાસ અને સારવાર કેમ્પનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.

જૂના ઘાંટીલા હાઈસ્કૂલ, જૂના ઘાંટીલા કન્યા તાલુકા શાળા, જૂના ઘાંટીલા કુમાર શાળાના તેમજ ધૂળકોટ પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 10 સુધીના તમામ વિદ્યાર્થીઓના તથા ઉપરોક્ત બધી શાળાના સ્ટાફના તેમજ જૂના ઘાંટીલા ગામની બહેનોના હિમોગ્લોબીનની તપાસ કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં જૂના ઘાંટીલા ગામના સરપંચ ઉમેશ જાકાસણીયા અને સેવાભાવી નાનજીભાઈ સંતોકી અને ગામના જાગૃત નાગરિકો હાજર રહ્યા હતા. પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી સી. ટી. એરવાડિયાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને તેઓની ઝીણવટ પૂર્વકની કામગીરીથી આ કાર્યક્રમ સફળ થયો હતો.

આ કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા જૂના ઘાંટીલા હાઇસ્કૂલના આચાર્ય તેમજ સ્ટાફ મિત્રોના દ્વારા કરવામાં આવી હતી. કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન ડિવિઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટીના ડો. રાધિકાબેન જાવિયા દ્વારા કેન્સર જાગૃતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેઓએ સ્ત્રીઓમાં કેવા પ્રકારના કેન્સર થાય છે અને એના કારણો જણાવી એનાથી કંઈ રીતે બચી શકાય અને શું ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતે ઉપયોગી માહિતી આપી હતી. અને કુંડારીયા એનેમિયા પ્રિવેન્શન પ્રોગ્રામ બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ રાજકોટના સ્ટાફ મિત્રોએ શાળા પરિવારના તમામ વિદ્યાર્થીઓ અને તમામ સ્ટાફ મિત્રો તેમજ જૂના ઘાંટીલાં ગામની દીકરીઓ અને મહિલાઓના લોહીમાં હિમોગ્લબિનના પ્રમાણનું ટેસ્ટિંગ કર્યું હતું અને જે બાળાઓ કે સ્ત્રીઓમાં લોહીની ટકાવારી ઓછી હતી તેઓને દવા અને સમજૂતી પણ આપી હતી.

- text

- text