ઠંડીના ચમકારાથી મોરબીમાં તિબેટીય માર્કેટમાં તેજીનો સંચાર

- text


ગરમીના માહોલમાં દોઢ મહિનાથી ગરમ વસ્ત્રો સાથે પડાવ નાખનાર તિબેટીયનો નવરાધૂપ રહ્યા : ઠંડી જામાતા ગરમ વસ્ત્રોની ખરીદી માટે લોકો ઉમટ્યા

બજાર કરતા 25 ટકા સસ્તાભાવે અને ટકાઉ ઉનના બનાવેલા સ્વેટર, જાકીટ, મફલર, હાથ-પગના મોજા, ધાબળાની ભારે ડિમાન્ડ

મોરબી :મોરબીમાં હવે રહી રહીને શિયાળો જામી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ઠડીમાં ભારે ચમકારો દેખાયો છે. ત્યારે છેલ્લા દોઢ મહિનાથી ડબલ ઋતુને કારણે ડાઉન રહેલું તિબેટીયનોના માર્કેટમાં હવે તેજીનો અણસાર વર્તાય રહ્યો છે.દોઢ મહિનાથી ગરમ વસ્ત્રો સાથે પડાવ નાખનાર તિબેટીયનોના માર્કેટમાં અત્યાર સુધી ગરમી જેવું વાતાવરણ હોય અને ઠંડી જામાતા ગરમ વસ્ત્રોની ખરીદી માટે લોકો ઉમટ્યા છે. બજાર કરતા 25 ટકા સસ્તાભાવે અને ટકાઉ ઉનના બનાવેલા સ્વેટર, જાકીટ, મફલર, હાથ-પગના મોજા, ધાબળાની ભારે ડિમાન્ડ છે.

મોરબીના ઉમિયા સર્કલ પાસે તિબેટીયનોનું ગરમ વસ્ત્ર બજાર હાલ ધમધમી રહ્યું છે. આ તિબેટીયનો કહે છે કે, ઉત્તર ભારત બાજુના તિબેટીયનો ત્યાંના ખાસ ઉન સહિતના ગરમ વસ્ત્રો બનાવીને જુદા જુદા શહેરોમાં શિયાળામાં પડાવ નાખીને ચાર મહિના વેચાણ કરીને જીવન નિર્વાહ કરે છે. આ તિબેટીયનો સામાન્ય પરિવારના અને ગરમ વસ્ત્રોના વેચાણ ઉપર જ નભે છે. મોરબીમાં મોટાભાગના તિબેટીયનો છેલ્લા 8-10 વર્ષથી અહીંયા આવીને ગરમ વસ્ત્રોનું વેચાણ કરે છે. ત્યારે હાલ શિયાળાની મોસમ જામે તે પહેલાં દિવાળી પછી ગરમ વસ્ત્રો સામે તિબેટીયનો મોરબીના ઉમિયા સર્કલ પાસે પડાવ નાખી દીધો હતો. 17 તિબેટીયનોની ટીમમાં 170 જેટલા લોકો આ ગરમ વસ્ત્રોનું માર્કેટ ચલાવે છે. જો કે છેલ્લા દોઢ મહિનાથી શિયાળો જામતો ન હોય અને અસરકારક ઠંડી ન પડતા આ લોકો નવરઘુપ હતા અને કાગડા ઉડતા હોય આ માર્કેટ સાવ ડીમ હતું ત્યારે છેલ્લા બે દિવસથી ઠંડી વધી છે. એ સાથે લોકો ગરમ વસ્ત્રો ખરીદવા આ માર્કેટમાં ઉમટી પડ્યા હતા.

- text

બે દિવસથી ઠંડીનો માહોલ જામતા હવે તેજીની આશાએ તિબેટીયનોના ચહેરા પર અનેરી ચમક આવી છે. આ લોકો કહે છે ઉનમાંથી બનાવેલા તેમના વસ્ત્રો બજારમાં મળતા વસ્ત્રો કરતા અલગ છે અને આ વસ્ત્રો પહેરવાથી ઠંડી તમારી આસપાસ ફરકતી નથી. તેમજ બજાર કરતા ભાવ સસ્તો અને માલ પણ ટકાઉ છે. સામાન્ય રીતે જે જાકીટ 400 રૂપિયાનું બજારમાં મળતું હોય તે જાકીટ અમે 300 કે 350માં વેચીએ છીએ. બાળકો, યુવાનો, બુગુઝો તેમજ સ્ત્રીઓ માટે ખાસ ગરમ વસ્ત્રો અવેલેબલ છે. ગરમ ટોપી, મફલર, કોટી, સ્ત્રીઓ માટે ખાસ ગરમ સ્વેટર, ગરમ હાથ પગના મોજા અને બાળકો માટે જાકીટથી લઈને સ્વેટર પણ મનમોહક હોવાથી આ ગરમ વસ્ત્રોની માત્ર નાના માણસોમાં જ નહીં પણ સારા સારા ઘરના લોકો પણ આ વસ્ત્રો ખરીદે છે.

- text