પ્રમુખ સ્વામી મહારાજનગરમાં અધ્યાત્મ અને આરોગ્ય દિનની ઉજવણી

- text


 

સમાજના આંતર-બાહ્ય સ્વાસ્થ્યની જાળવણી માટે પ્રમુખસ્વામી મહારાજના અધ્યાત્મ અને ચિકિત્સાના સુમેળકારી અભૂતપૂર્વ પ્રદાનને મહાનુભાવોએ બિરદાવ્યું 

મોરબી : આજે  ‘અધ્યાત્મ અને આરોગ્ય  દિન’ના ઉપક્રમે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિરાટ સંધ્યા સભાનું આયોજન થયું હતું. જેમાં ભારતના આરોગ્ય  અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ સાથે હજારો સંતો-ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને સમાજના સ્વાસ્થ્ય રક્ષણ માટે અભૂતપૂર્વ કાર્યો કરવા બદલ  શ્રદ્ધાંજલિ આપી હતી.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા દ્વારા સંચાલિત આરોગ્ય સેવાઓનો એક બૃહદ અધ્યાય છે.પ્રમુખસ્વામી મહારાજે ૭ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોની સ્થાપના કરી હતી. ઉપરાંત ૧૧ નિ:શુલ્ક મોબાઈલ દવાખાનાઓ દ્વારા ૧ કરોડ જેટલાં રોગીઓની સારવાર કરવામાં આવી છે. અનેક  રક્તદાન યજ્ઞો,  નિ:શુલ્ક રોગનિદાન કેન્દ્રો અને વિભિન્ન સ્વાસ્થ્ય સેવાઓ દ્વારા પ્રમુખસ્વામી મહારાજે સમાજના સ્વાસ્થ્યની રક્ષા કરી છે. 59 લાખ સીસી રક્તદાન પણ સંસ્થાની અનોખી સિદ્ધિ છે.

પ્રતિ સપ્તાહ આશરે ૨૮૮૦ જેટલું અંતર કાપતા ૧૪ મોબાઈલ દવાખાનાઓ દ્વારા ૧૩૩ ગામોના ૫૬ લાખ કરતાં વધુ લોકોને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત ૧૨૨૭ જેટલાં રોગનિદાન કેન્દ્રો દ્વારા ૨,૯૧,૦૦૦ લોકોનું નિદાન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સ્વામીજીએ ૪૦ લાખ લોકોને વ્યસનમુક્તિની પ્રેરણા આપી સમગ્ર રાષ્ટ્રના આરોગ્યની રક્ષા કરી છે, બીજી બાજુ, તેમણે સમાજના આધ્યાત્મિક આરોગ્યની પણ ચિંતા કરી હતી. વિશ્વભરમાં ૧૨૩૧ જેટલાં મંદિરો, ૯,૫૦૦ કરતાં વધુ બાળ-યુવા કેન્દ્રો અને ૯૦૦૦ થી વધારે પુરુષ-મહિલા સત્સંગ કેન્દ્રોની સ્થાપના દ્વારા સર્વેના આધ્યાત્મિક આરોગ્યને સશક્ત બનાવ્યું.

પ્રમુખસ્વામી મહારાજ પ્રેરિત આરોગ્યસેવાના કાર્યને BAPS દ્વારા કોરોના સમયમાં અભૂતપૂર્વ રીતે હાથ ધરવામાં આવ્યું હતું. જાનના જોખમે કોરોનાના દર્દીઓની સેવા કરતાં કોરોના વોરિયર્સ માટે ૧,૮૦,૦૦૦ થી વધારે પી. પી. ઇ કીટનું વિતરણ કરવામાં આવ્યું.

૨,૦૦,૦૦૦ થી વધુ ગ્રામીણ-પછાત દર્દીઓની મોબાઈલ દવાખાના દ્વારા સારવાર કરવામાં આવી. ૨૫૦ થી વધુ હોસ્પિટલોને દેશ-વિદેશમાં વિવિધ સ્તરે સહયોગ આપવામાં આવ્યો.૧,૦૦૦ થી વધુ હોસ્પિટલ બેડ્સનું દાન કરવામાં આવ્યું.  ૫,૦૦૦ લિટરથી વધુ સેનીટાઈઝરનું દાન કરવામાં આવ્યું. તનની સાથે મન અને આત્માની તંદુરસ્તી માટે ૩૦,૦૦,૦૦૦ થી વધુ લોકોએ ઓનલાઈન સત્સંગનો લાભ મળ્યો.૨,૫૬,૦૦૦ થી વધુ લોકોને ફોન કોલ્સ દ્વારા હૂંફ અને માર્ગદર્શન અપાયાં.૧૧,૦૦૦ થી વધુ સ્વયંસેવકોએ વિવિધ સ્તરે સેવાઓ આપી.૧૩૨ મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનની સાથે ક્રાયોજેનિક્ ટેન્કસ, ૭૮ લાખ લિટર કરતાં વધુ ઑક્સીજનયુક્ત સિલિન્ડર્સનું વિતરણ, ૧૩૦૦ કરતાં વધુ ઑક્સીજન કોન્સનટ્રેટર્સનું અનેક સ્થળોએ વિતરણ કરાયું હતું.

બીજી તરફ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સ્વાસ્થ્યની જાળવણી માટે ડસ્ટ-ફ્રી વતાવરણનું સર્જન, નગરમાં અંદર ૨૦૦ એકર જગ્યામાં ૧ કરોડ કરતાં વધુ પેવર બ્લોક્સ લગાવવામાં આવ્યા છે.પીવાનું શુદ્ધ પાણી – પાણીની પરબમાં RO પાણી ઉપલબ્ધ છે. નગરમાં નિશુલ્ક ૨૪ આરોગ્ય સહાય કેન્દ્રો, ૬ ફરતાં દવાખાના, ૪૫૦ ભાઈઓ અને બહેનોનો મેડિકલ સ્ટાફ, ત્રણ ઇમરજન્સી નંબર પર તાત્કાલિક મેડિકલ સેવા માટે સંપર્કની વ્યવસ્થા રોજના સરેરાશ ૧૫૦૦ કરતાં વધુ દર્દીઓની તપાસ, માર્ગદર્શન અને સારવાર, ૧૦ સંતો અને ૨૧૫૦ સ્વયંસેવકો દ્વારા નિરંતર સ્વચ્છતા વિભાગ કાર્યરત કરાયો છે.

- text

ભગવાનની ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે સાંજે ૫.૧૫ વાગ્યે કાર્યક્રમનો  શુભારંભ કરવામાં આવ્યો હતો. BAPS ના સંગીત વૃંદ દ્વારા ‘દરદ મિટાયા મેરા દિલ કા’ કીર્તનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

BAPS ના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ શ્રેણી હેઠળ પ્રમુખસ્વામી મહારાજના આરોગ્ય સેવામાં અધ્યાત્મના સંગમના વિલક્ષણ કાર્યને વર્ણવ્યું હતું, “પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રમુખસ્વામી મહારાજ ની ધૂન કરતી  હસ્તમુદ્રા મૂકવામાં આવી છે જે દર્શાવે છે કે પ્રમુખસ્વામી મહારાજ હંમેશા ભગવાનની ધૂન અને પ્રાર્થના પર મદાર રાખીને કામ કરવાવાળા પુરુષ હતા. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રમુખસ્વામી મહારાજની જ્ઞાન મુદ્રા, વંદન મુદ્રા અને પૂજન મુદ્રા અને અન્ય મુદ્રાઓ આપણને તેમની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિનો પરિચય કરાવે છે.”

ત્યારબાદ BAPS ની આરોગ્ય સેવાઓની ઝાંખી કરાવતી વીડિયો પ્રસ્તુત કરવામાં આવી હતી. BAPS ના વરિષ્ઠ સંત પૂ. આનંદસ્વરૂપ સ્વામી અને પૂ. ડૉક્ટર સ્વામીએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. આ વેળાએ પદ્મશ્રી ડૉ અશ્વિન મહેતા – ડિરેક્ટર, જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, પદ્મ શ્રી ડૉ તેજસ પટેલ, ચેરમેન – એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, ડૉ એમ શ્રીનિવાસ, ડિરેક્ટર, ઑલ  ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ડૉ રાજીવ મોદી, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર – કેડિલા ફાર્માસ્યુટિકલ્સ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text