મોરબીમાં બાઇક ચોર પકડાયો, ત્રણ ચોરીના ભેદ ઉકેલાયા

- text


 

પોકેટ કોપ તથા નેત્રમ સીસીટીવીનો ઉપયોગથી આરોપી પકડાયો : મોરબી અને કચ્છમાંથી બાઇક ચોર્યાની કબૂલાત

મોરબી : પોકેટ કોપ તથા નેત્રમ સીસીટીવીનો ઉપયોગ કરી મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મોરબી તથા પુર્વ કચ્છ જીલ્લામાંથી ચોરી થયેલ 3 મોટરસાયકલના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સીસના આધારે પો.હેડકોન્સ મનસુભાઇ દેગામડીયા તથા પો કોન્સ સિધ્ધરાજસિંઠ જાડેજાને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે એક શખ્સ પંચાસર ચોકડી ખાતેથી મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહું મોટરસાયક્લ મોરબી સીટી એ ડીવી.પીસ્ટ ગુ.ર.નં.૧૯૦૨ ૨૦૨૨ ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનું ચોરીનુ હોવાનુ જણાતા આરોપી અબ્બાસભાઇ ઓસમાણભાઇ કંકલ રહે.ભચાઉ ભવાનીપુર, મેલડીમાતાના મંદીર સામે જી.કચ્છવાળાને અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે,અને તપાસ દરમ્યાન વધુ-ર મોટર સાયકલ મળી કુલ-૩ મોટર સાયકલ રીકવર કરવામાં આવેલ છે.

- text

આ કામગીરીમાં એચ.એ.જાડેજા- પોલીસ ઇન્સપેકટર, રાજદીપસિંહ પ્રતાપસિંહ – એએસઆઇ, કિશોરદાન ગંભીરદાન- એ.એસ.આઇ, કિશોરભાઇ મેણંદભાઇ -પો.હેડ કોન્સ., અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ -પો.હેડ કોન્સ, અરવીંદભાઇ માવજીભાઇ -પો.કોન્સ.,ચકુભાઇ દેવશીભાઇ- પો.કોન્સ, હિતેષભાઇ વશરામભાઇ -પો.કોન્સ, સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ -પો.કોન્સ, તેજાભાઇ અરણજભાઇ -પો.કોન્સ, અરજણભાઇ મેહુરભાઇ -પો.કોન્સ, સાગરભાઇ કાનજીભાઇ- પો.કોન્સ, કિશનભાઇ ધીરૂભાઇ -પો.કોન્સ રોકાયેલ હતા.

- text