ભારે કરી ! મોરબીમાં રિસામણે બેઠેલી પત્નીએ પતિને હેરાન કરવા ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી મેસેજ કર્યા

- text


અજાણી યુવતીને લગ્ન કરવા મેસેજ કરતા આઇટી એકટ મુજબ પોલીસ ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીમાં છેલ્લા બે વર્ષથી પતિથી નારાજ થયેલી રિસામણે બેઠેલી પત્નીએ પતિના નામના જીઓ સીમકાર્ડનો ઉપયોગ કરી બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી એક યુવતીને લગ્ન કરવા મેસેજ કરતા આ મામલે પતિની ફરિયાદને આધારે પોલીસે પત્ની વિરુદ્ધ આઇટી એકટ મુજબ ગુન્હો નોંધ્યો છે.

બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબીની સુપર ટોકીઝ પાછળ મહેન્દ્રનગર શેરી નંબર -1માં રહેતા જીગર ચુનીલાલ રાઠોડના લગ્ન મૂળ રાજકોટ ગોકુલધામ પાસે ઉમિયાચોક આરએમસી ફ્લેટમાં રહેતી અને હાલ મોરબી – માધાપર બાયપાસ નજીક રેલનગર રાજકોટ ખાતે રહેતી હિના અનિલભાઈ ગોહેલ સાથે થયા હતા પરંતુ બે વર્ષથી હીના રિસામણે ચાલી ગઈ છે.

- text

વધુમાં રિસામણે બેઠેલી હિનાએ પતિ જિગરને હેરાન પરેશાન કરવા જીગરના નામનું જીઓ કાર્ડ કઢાવી આ કાર્ડ મારફતે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી બનાવી પાયલ સાવલિયા નામની યુવતીને મેસેજ કરી લગ્ન કરી લેવા જણાવી જીગર તેમજ પાયલને હેરાન પરેશાન કરતા જીગર રાઠોડે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હિના વિરુદ્ધ ઇન્ફરમેશન ટેકનોલોજી એકટની કલમ 66 ડી મુજબ હિના વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text