મોરબી એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયનને ગુજરાતની બેસ્ટ બ્રાંચનો એવોર્ડ એનાયત

- text


મોરબી : એકેડેમી ઓફ પીડીયાટ્રીક્સ, ગુજરાત દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની કોન્ફરન્સમાં 2022 દરમ્યાન ગુજરાતની બધી બ્રાંચમાંથી મોરબી બ્રાન્ચને બેસ્ટ બ્રાંચનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવેલ છે.

એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયનએ મોરબીના બધા બાળરોગ નિષ્ણાત ડોક્ટરોનું સંગઠન છે. તેના દ્વારા વર્ષ 2022 દરમ્યાન ડોક્ટરોના સેમિનાર, જનજાગૃતિ અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવેલ. એસોસિએશનના બાળરોગ ડોક્ટરો દ્વારા વર્ષ દરમિયાન વિવિધ કેમ્પમાં સેવા આપવામાં આવેલ તેમજ તાજેતરમાં બનેલ ઝુલતા પુલ દુર્ઘટનામાં દર્દીઓને મફત સારવાર કરેલ છે.

આ બધી ઉત્કૃષ્ટ કામગીરીઓને ધ્યાનમાં લઈને એકેડેમી ઓફ પીડીયાટ્રીક્સ, ગુજરાત દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની કોન્ફરન્સમાં 2022 દરમ્યાન ગુજરાતની બધી બ્રાંચમાંથી મોરબી બ્રાન્ચને બેસ્ટ બ્રાંચનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવેલ. તેમજ આવતા વર્ષે પણ આવી જ ઉમદા પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ. હાલમાં એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયનનાં પ્રમુખ તરીકે ડૉ. હસમુખ સવસાણી, સેક્રેટરી તરીકે ડૉ. ભાવેશ પરમાર અને ખજાનચી તરીકે ડૉ. જયેશ બોરસાણીયા પોતાની સેવાઓ આપી રહ્યા છે.

- text

- text