હળવદ માળીયા હાઇવે ઉપર ટ્રક પાછળ ઘુસી જતા યુવાન ઘાયલ, મહિના બાદ ફરિયાદ

- text


હળવદ : હળવદ માળીયા હાઇવે ઉપર કેદારીયા નજીક પુલ ઉપર સાઈડ લાઈટ ચાલુ રાખ્યા વગર ઉભેલા ટ્રક પાછળ ઘુસી જતા હળવદના ધનાળા ગામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર બાદ સ્વસ્થ થતા એકાદ મહિના બાદ ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.10 નવેમ્બરના રોજ હળવદ તાલુકાના જુના ધનાળા ગામે રહેતા વિપુલભાઈ અમરશીભાઈ રાઠોડ પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે કેદારીયા ગામના બ્રાહ્મણી નદીના પુલ ઉપર પાર્કિંગ લાઈટ કે સાઈડલાઈટ કર્યા વગર ઉભેલા ટ્રક નંબર જીજે – 12 – બીએક્સ -5262ના પાછળના ભાગે અથડાતા વિપુલભાઈને માથામાં, હાથ અને પગમાં ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ બનાવ અંગે કાઈ યાદ ન હોય સ્વસ્થ થયા બાદ ટ્રક ચાલક વિરુદ્ધ તેઓએ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text