સફાઈ કામદારોને ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ ૧.૨૦ લાખની સહાય અપાશે

- text


યોજનાનો લાભ લેવા મોરબી જીલ્લાના સફાઈ કામદારોને esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા અપીલ

મોરબી : ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્રારા, રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંક્ના પાકા આવાસો બનાવવા માટે ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલમાં છે.આ યોજના નો લાભ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને મળવાપાત્ર રહેશે. જેમા કોઈ આવકમર્યાદા લાગુ પડશે નહી. આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંક્ના પાકા આવાસો બનાવવા માટે સરકારશ્રીના નિયમોને આધિન વ્યકિગત રૂ. ૧,૨૦,૦૦૦/-(એક લાખ વીસ હજાર)ની સહાય ત્રણ હપ્તામાં મળવાપાત્ર થાય છે.

આ યોજનાનો લાભ લેવા માટે સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી. વધુ માહિતી માટે જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, જિલ્લા સેવા સદન, સો ઓરડી રૂમ નં, ૪૬ & ૪૭, મોરબી, ફોન નં. ૦૨૮૨૨૨-૪૨૨૨૪ નો સંપર્ક કરવા જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર…

લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો..

https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL

- text