મોરબીમાં એક્ટિવામાં દેશી દારૂની હેરફેર કરતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે નાનીવાવડી ગામે શિવગંગા સોસાયટીમાં હનુમાનજીના મંદિરની પાસેથી શંકાસ્પદ રીતે એક્ટિવા મોટર સાયકલ ઉપર પસાર થઈ રહેલા દેવપરી અરવિંદપરી ગોસ્વામી, રહે. ખોજા સોસાયટી, લાયન્સનગરની બાજુમાં, મોરબી મુળ રહે. ઉમરાળા ગામ તા.કાલાવાડ જી.જામનગર અને ભુપતભાઇ નરશીભાઇ રાઠોડ, રહે. શનાળા લાયન્સ નગર, મોરબી મુળ રહે. ઓટાળા ગામ તા.લતીપર જી.જામનગર વાળાને 80 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 1600 સાથે ઝડપી લઈ રૂ.25 હજારનું એક્ટિવા કબ્જે કરી કુલ રૂપિયા 26,600નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text