ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનુ મોરબી મુકામે અદકેરૂ સન્માન કરાશે

- text


મોરબી રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા ૩૫૦થી વધુ જરૂરીયાતમંદો ને ધાબળા વિતરણ કરવા માં આવ્યુ : રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા મોરબીમાં વસતા રઘુવંશી પરિવારોની ડીઝીટલ પ્લેટફોર્મ પર ડેટા બેંક તૈયાર કરવામાં આવશે

મોરબી : શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરીયાતમંદોને હુંફ મળી રહે તે હેતુસર મોરબી રઘુવંશી ક્રાંતિ મંચના અગ્રણીઓ દ્વારા 350થી વધુ જરૂરીયાતમંદોને ધાબળા વિતરણ કરવામાં આવ્યુ હતુ ઉપરાંત રઘુવંશી ક્રાંતિ મંચની બેઠક માં મોરબી રઘુવંશી સમાજના ઉત્કર્ષ માટે વિવિધ કાર્યક્રમોના આયોજન ઉપરાંત વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક પર જંગી બહુમતીથી વિજયી થનાર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું મોરબી ખાતે અદકેરૂ સન્માન યોજવા નિર્ણય લેવા માં આવ્યો હતો.

રઘુવંશી ક્રાંતિ મંચ ના કેન્દ્રીય પ્રમુખ ડો.ધર્મેશભાઈ ઠક્કર, કેન્દ્રીય અગ્રણી મહેશભાઈ નગદીયા, મુન્નાભાઈ ઠક્કર, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ સોનલબેન વસાણી, ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી, મંત્રી ભાવીનભાઈ સેજપાલના માર્ગદર્શન હેઠળ મોરબી ખાતે રઘુવંશી ક્રાંતિ મંચની બેઠક યોજાઈ હતી જેમાં આગામી સમયમાં મોરબીમા વસતા રઘુવંશી પરિવારોની ડીઝીટલ ડેટાબેંક તૈયાર કરવામાં આવશે તેમ સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.

વધુમાં મોરબી ખાતે વાંકાનેર બેઠક ઉપર વિજેતા બનેલા જીતુભાઇ સોમણીનું અદકેરું સન્માન કરવા નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ, રઘુવંશી ક્રાંતિ મંચ મોરબી જીલ્લા પ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી, જીલ્લા મહિલા પ્રમુખ મેઘાબેન પોપટ, શહેર પ્રમુખ તેજશભાઈ બારા, રઘુવંશી યુવક મંડળ ઉપપ્રમુખ જયેશભાઈ કોટેચા, જલારામ સેવા મંડળ પ્રમુખ નિર્મિતભાઈ કક્કડ, કીશોરભાઈ ચંડીભમર, નૈમિષભાઈ પંડિત, દીપકભાઈ પોપટ, હર્ષદભાઈ પંડિત, દીનેશભાઈ ભોજાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ પોપટ, અમિતભાઈ દક્ષિણી, હકાભાઈ રાજા, નિલેશભાઈ ખખ્ખર, કીશોરભાઈ પલાણ, દીપકભાઈ સોમૈયા, પરેશભાઈ કાનાબાર,વિશાલભાઈ ગણાત્રા, ચિરાગભાઈ રાચ્છ, નિખિલભાઈ છગાણી, કીશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, પરિમલભાઈ ઠક્કર, અમિતભાઈ પોપટ, અનિલભાઈ ગોવાણી, જીતુભાઈ કોટક, જીતુભાઈ પુજારા, જયંતભાઈ રાઘુરા, રોનકભાઈ કારીયા, જગદીશભાઈ કોટક, પપ્પુભાઈ ચંડીભમર, રમેશભાઈ બુધ્ધદેવ, કમલેશભાઈ ભોજાણી, મુકુંદભાઈ મીરાણી, કીર્તિભાઈ પાવાગઢી, રાજુભાઈ સોમૈયા, અજયભાઈ કક્કડ, મનોજભાઈ ચંદારાણા ઉપરાંત મહિલા મંડળ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text