કેબીસી-જુનીયર્સમાં અમીતાભ બચ્ચન સાથે ટંકારાનાં જબલપુરની દિકરી ચમકશે

- text


કોન બનેગા કરોડપતી-જુનીયર્સમાં આગામી સોમવારથી ગુરુવાર (તારીખ:૧ર થી ૧૫ ડિસેમ્બર-૨૦૨૨) દરમ્યાન સોની ટીવી પર આ એપિસોડ પ્રસારિત થશે

મોરબી : મુળ ટંકારા તાલુકા જબલપુર અને હાલ રાજકોટ રહેવાશી નિલેશભાઇ મગનભાઇ કામરીયાની ફક્ત ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી રિધમ (ઉમર વર્ષ:૦૯) સમગ્ર દેશમાં ખુબ ખ્યાતી મેળવેલ અને અમીતાભ બચ્ચન દ્વારા યજમાનીત કાર્યક્રમ કોન બનેગા કરોડપતી-જુનીયર્સમાં આગામી સોમવારથી ગુરુવાર (તારીખ:૧ર થી ૧૫ ડિસેમ્બર-૨૦૨૨) દરમ્યાન સોની ટીવી પર જોવા મળશે.

રીધમ નાનપણથી જ તેમના દાદા સ્વ. ટપુભાઇ કામરીયાની જેમ વાંચવાની શોખીન છે. તેણીએ વિતેલા કોરોનાકાળમાં બસોથી પણ વધુ પુસ્તકો વાંચ્યા છે. હાલ પણ રીધમ માઇન્ડ ગેમ, ઇનોવેટીવ અને સાયન્ટીફીક-શો તથા વાંચનમાં વિશેષ રૂચી ધરાવે છે. કાર્યક્રમ દરમ્યાન અમીતાભ બચ્ચનની હાજરીમાં રમત રમતા, મસ્તી કરતા અને ફાસ્ટેસ્ટ ફીંગર ફર્સ્ટ દરમ્યાન સોમથી ગુરુવાર સુધી રીધમની હાજરી જોવા મળશે. રીધમને આ ખ્યાતનામ કાર્યક્રમ સુધી પહોંચાડવામાં અને પોતાની બાળકીને પ્રોત્સાહીત કરવા જાત ઘસી તેની માતા અલ્પાબેન દ્વારા વિશેષ જહેમત ઉઠાવેલ છે.

- text

વધુમાં રિધમ ટંકારા પંથકમાં ખ્યાતી પામનાર થાઇલેન્ડ જામફળ પકવનાર મગનભાઇ તથા ગૌરીબેનની જ પૌત્રી છે. ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પ્રભુલાલ કામરીયા તેમના નાના દાદી છે. બાળકોને ટીવી તથા મોબાઇલમાં ન જોવાની અને ન શીખવાની બાબતોથી દુર રાખવા અને વિશેષ, ધાર્મીકતા અને યોગ દ્વારા જો બાળકોને તેમના વાલીઓ થોડો પણ નિયમીત સમય આપે તો દરેક બાળકમાં કોઇ પણ ઉંચાઇએ પહોંચવાની શક્યતાઓ નકારી શકાતી નથી તેવું રિધમના અદા ભરતભાઇએ જણાવ્યુ હતું. રિધમનું કોન બનેગા કરોરપતી-જુનીયર્સનાં ટોપ ટેનમાં પસંદગી થતા જબલપુર ગામ તથા સમગ્ર કામરીયા પરીવાર માટે ગૌરવની લાગણી છવાઈ છે અને આ વિસ્તારનાં દરેક લોકો તરફથી રિધમને હાર્દીક અભીનંદન અપાઇ રહ્યા છે.

- text