મોરબીના લાલપર નજીક કન્ટેનર ટ્રક હડફેટે બાઈક ચાલકનું મોત

- text


મોરબી : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક બાઈક ચાલક યુવક પર કન્ટેનર ટ્રકનું તોતીંગ વ્હીલ ફરી વળતા ઘટનાસ્થળે જ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક બાઈક ચાલક રાહુલ રઘુભાઇ રાવલ નામના યુવાનને કન્ટેનર ટ્રક ચાલકે હડફેટે લેતા બાઈક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતની ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક પીએસઆઇ ડી.ડી.ઠક્કર, સ્ટાફના સાલેમામદભાઇ સુમરા, દેવાયતભાઇ સહિતના પોલીસ સ્ટાફે કન્ટેનર ચાલકને ઝડપી લઈ અકસ્માત અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text