વડાપ્રધાન અંગે ખોટી માહિતી ટ્વીટ કરનાર સાકેત ગોખલેની ધરપકડ કરતી મોરબી પોલીસ

- text


પુલ દુર્ઘટના વખતે ખોટી માહિતી સોશ્યલ મીડિયામાં ફેલાવવા બદલ પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી

મોરબી : મોરબીની પુલ દુર્ઘટના વખતે ખોટી માહિતી ફેલાવવા બદલ ટી એમ સી ના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલે વિરુદ્ધ મોરબી પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી. આથી મોરબી પોલીસે આ કેસમાં તૃણમૂલ કોંગ્રેસનાના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

- text

આ ઘટનાની મોરબી પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ટી.એમ.સી.ના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેએ મોરબી પુલ દુર્ઘટના બાદ વડાપ્રધાને લીધેલી મોરબીની મુલાકાત દરમિયાન રૂ.30 કરોડનો ખર્ચ થયાની ખોટી માહિતી સોશ્યલ મીડિયામાં ફેલાવી હતી. આથી મોરબી ચૂંટણી અધિકારી અને મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા મોરબી બી ડિવિઝન પોલીસમાં સાકેત ગોખલે અને દક્ષ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આથી ખોટી માહિતી ફેલાવા બદલ લોકપ્રતિનિધિત્વ એકટ ની 1951 અને 125 મુજબ ગુન્હો નોંધાયો હતો. જે મુજબ મોરબી પોલીસે સાકેત ગોખલેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. સુત્રોમાંથી વધુમાં જાણવા મળતી વિગતો મુજબ સાકેત ગોખલેની જયપુરમાં ધરપકડ કરી હતી. આથી મોરબી પોલીસે આ કેસમાં ટ્રાન્સફર વોરંટ કબજો મેળવી મોરબી પોલીસે સાકેત ગોખલેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

- text