કાનાભાઈને અંદરખાને હરાવવા બે આગેવાનો વચ્ચેની વાતચીતનો ઓડિયો થયો વાયરલ

- text


આગેવાને કહ્યું ઉઘાડું નથી પડવાનું, મૂંગા મોઢે મારવાના છે..

મોરબી : કાંતિલાલ અમૃતિયાને અંદરખાને હરાવવાની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં બે આગેવાનો વચ્ચેની વાતચીતમાં એક એ કહ્યું ઉઘાડું નથી પડવાનું, મૂંગા મોઢે મારવાના છે. આ ઓડિયો ક્લિપથી સ્થાનિક રાજકારણ ગરમાયુ છે.

મોરબી- માળિયા વિધાનસભા બેઠક ઉપર ભાજપના કાંતિલાલ અમૃતિયા અને કોંગ્રેસના જયંતિલાલ પટેલ વચ્ચે જંગ જામ્યો છે. હવે આગામી 8મીએ પરિણામની રાહ જોવાઇ રહી છે. તેવામાં કાંતિલાલને અંદરખાને હરાવવાના પ્રયાસો થઈ રહ્યા હોય તેની વાતચીતનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે.

આ ઓડિયો ક્લિપમાં એક વ્યક્તિ કહે છે કે ભાજપવાળા ગમે તે કઈ પૂછે તો એમ જ કહેવાનું કે વાતાવરણ ખૂબ સારું છે. આપણે મૂંગા મોઢે જ મારવાના છે. વાતચીતમાં બીજા વ્યક્તિએ એવું પૂછ્યું કે મંડળીએ ગયો હતો ત્યાં હજુ બધા એમ જ કહે છે કાનાભાઈ બરાબર છે. સામે વ્યક્તિએ જવાબમાં કહ્યું કે આમણે ડિકલેર નથી કરવાનું મૂંગા મોઢે મારવાનું છે. બધા આપણા ભેગા જ છે. કાર્યાલય ખોલ્યું એનો ખર્ચ કાંતિલાલ આપશે. એના પૈસે જ એને મારવાના છે.

- text

વધુમાં ઓડિયો ક્લિપમાં એક વ્યક્તિ એવું કહે છે કે ઉઘાડા ન થતા, કાનાભાઈની ભેગા છીએ એમ જ કહેવાનું છે. કાંતિલાલ હારી જશે એવું બધું ગોઠવી દીધું છે. ત્યારે સામેનો વ્યક્તિ વાહ રે વાહ એવું બોલીને પોતાની ખુશી વ્યક્ત કરે છે.

સાંભળો આ વાતચીતનો આખો ઓડિયો..

https://youtu.be/8iHCBD_UHiA

- text