પુલ દુર્ઘટનાના દિવગંતોના આત્માની શાંતિ માટે 11મીએ શાંતિ હવન

- text


સામાજિક કાર્યકરોની આગાવેનીમાં તમામ મૃતકોના પરિવારોને સાથે રાખીને હવન કરીને યોગ્ય ન્યાયની માંગ કરાશે

મોરબી : મોરબી ઝૂલતાપૂલની દુર્ઘટનાના મૃત્યુ પામેલા હતભાગીઓના આત્માંની શાંતિ માટે 11 ડિસેમ્બરે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક કાર્યકરોની આગાવેનીમાં તમામ મૃતકોના પરિવારોને સાથે રાખીને હવન કરીને યોગ્ય ન્યાયની માંગ કરાશે.

- text

મોરબી ઝૂલતાપૂલની ગોઝારી દુર્ઘટનાની થોડા સમય અગાઉ પ્રથમ માસિક પુણ્યતિથિએ મૃતકોના પરિવાર દ્વારા સામાજિક કાર્યકરોની આગેવાનીમાં રેલી કાઢવામાં આવી હતી અને આ દુર્ઘટનાને એક માસ વીતવા છતાં સાચા ગુનેગારો સામે કાર્યવાહી ન થઈ હોય યોગ્ય ન્યાય ન મળ્યાનો આક્રોશ ઠાલવ્યો હતો. તેમજ દરેક મૃતક પરિવારને સન્માનજનક વળતર ચૂકવવા અને સાચો ન્યાય આપવાની માંગ કરી હતી ત્યારે શાંતિ હવન કરવાનું પણ જણાવ્યું હતું. આ અંગે સામાજિક કાર્યકર રાજુભાઇ દવેએ જણાવ્યું હતું કે અમે બધા સામાજિક કાર્યકરો દ્વારા 11 ડિસબરે દુર્ઘટના સ્થળની આસપાસ તમામ મૃતકોના પરિવારને સાથે રાખી ઝૂલતાપૂલની દુર્ઘટનાના મૃત્યુ પામેલા હતભાગીઓના આત્માંની શાંતિ માટે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક લોકો આહુતિ આપીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. તેમજ મૃતકોના પરિવારને યોગ્ય ન્યાય મળે તે માટેની માંગ કરી જરૂર પડ્યે લડત ચલાવામાં આવશે.

- text