હળવદ નજીક કેનાલમાં ડૂબેલા ત્રણમાંથી બે યુવાનોની લાશ મળી

- text


હજુ કેનાલમાં ડૂબેલા અન્ય એક યુવાનની શોધખોળ, ગઈકાલે ન્હાવા માટે કેનાલ પડ્યા બાદ આ કરુણાતિકા સર્જાઈ

હળવદ : હળવદ નજીક કેનાલમાં ગઈકાલે ત્રણ યુવાનો ડૂબી ગયા બાદ સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમતને અંતે હાલ બે યુવાનોની લાશ મળી આવી છે. હજુ એક લાપતા યુવાનની શોધખોળ ચાલી રહી છે. જો કે,ગઈકાલે ન્હાવા માટે કેનાલ પડ્યા બાદ આ કરુણાતિકા સર્જાઈ છે.

કરુણ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજના યુવાનો કેવાભાઈ સવશીભાઈ ઠાકોર (ઉ.વ.૨૭), મેન્દભાઈ વાલાભાઈ ઠાકોર (ઉ.વ.૨૦) અને અલ્પેશભાઈ શ્રવણભાઈ ઠાકોર (ઉ.વ.૧૮) હળવદની રોટાવેટા બનાવતી કંપની અસ્વ શક્તિ નામના કારખાનામાં કામ કરતા હોય ગઈકાલે આ ત્રણેય યુવાનો હળવદના રણજીત ગઢ ગામના પાટિયા નજીક નીકળતી નર્મદા કેનાલમાં ન્હાવા પડ્યા બાદ કેનાલના પાણીના પ્રવાહમાં તણાય ગયા હતા.

ગઈકાલે ત્રણ યુવાનો કેનાલમાં ડૂબી ગયા બાદ સ્થાનિક તરવૈયાઓએ કેનાલમાં ડુંબકીઓ લગાવીને ભારે શોધખોળ કરી હતી દરમિયાન આજે પણ ટિકરના તરવૈયા યુવાનો દ્વારા કેનાલમાં સતત શોધખોળ કરતા ત્રણ ડૂબેલા યુવાનોમાંથી કેવાભાઈ સવશીભાઈ ઠાકોર,અલ્પેશભાઈ શ્રવણભાઈ ઠાકોરની લાશ હાથ લાગી હતી. આ બન્નેની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ છે. જો કે હજુ એક યુવાન મેન્દભાઈ વાલાભાઈ ઠાકોર લાપતા હોવાથી શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.

- text

- text