મોરબીનું ગૌરવ: નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીએ સંસદમાં વક્તવ્ય આપ્યું

- text


મોરબી: મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીઓની એ દેશની સંસદમાં વક્તવ્ય આપીને સમગ્ર મોરબી જિલ્લા અને રાજ્યનું નામ રોશન કર્યું છે.

ભારતના રાષ્ટ્રીય નેતાઓને તેમની જન્મજયંતિ પર વક્તવ્ય રૂપી અંજલી આપવા સમગ્ર ભારતમાંથી 10 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત અને તેમાં પણ મોરબીમાંથી નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિની રામાનુજ હિરલે સંસદમાં વક્તવ્ય આપીને સમગ્ર ભારતમાં મોરબી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. રામાનુજ હિરલે 19 નવેમ્બરના રોજ ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધી વિશે સંસદ ભવનમાં ધારદાર વક્તવ્ય રજુ કર્યુ હતું. તેમની આ અનન્ય સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા, પ્રિન્સિપાલ ડો. વરૂણ ભીલા, સ્ટાફગણ અને સમગ્ર નવયુગ પરીવારે અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text