મોરબી નજીક સીરામીક ફેકટરીમાં માટીના ઢગલામાં દટાઈ જતા માસૂમ બાળકનું મોત

- text


મોરબી : મોરબીના લાલપર નજીક આવેલ સીરામીક ફેકટરીમાં માટીના મહાકાય ઢગલામાં દટાઈ જતા દસ વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના લાલપર નજીક આવેલ કમાન્ડર સીરામીક નામની ફેક્ટરીની મજૂરોની ઓરડીમાં રહેતા શ્રમિક પરિવારના રવીત નંદલાલ સૂર્યભાણ ઉ.10 મૂળ રહે. અલ્હાબાદ ઉતરપ્રદેશ નામના બાળકનું માટીના ઢગલા નીચે દટાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text