મોરબીઃ શિક્ષક દંપતીના પુત્રના જન્મદિવસની અનોખી ઉજવણી, બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ

- text


મોરબીઃ મોરબીના શિક્ષક દંપતીના પુત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિવસ નિમિત્તે શાળાના બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરીને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

નાગડાવાસ સીઆરસી કો-ઓર્ડિનેટર સંદિપભાઈ આદ્રોજા અને કલ્યાણ વજેપર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષિકા હીનાબેન સદાતીયાના પુત્ર અને શ્રી સરસ્વતી શિશુમંદિર- શનાળામાં ધોરણ-6માં અભ્યાસ કરતા આદ્રોજા પ્રિયાંશે પોતાના જન્મદિવસ નિમિતે વજેપર કલ્યાણ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરીને જન્મદિવસની યથાર્થ ઉજવણી કરી હતી.

- text

- text