મોરબી જિલ્લાના ક્રિટિકલ મતદાન મથકોની મુલાકાત લેતા પોલીસ ઓબ્ઝર્વર

- text


ઉત્તરપ્રદેશના આઇપીએસ કે.એજીલીરાશને જુદી જુદી ચેકપોસ્ટની મુલાકાત પણ લીધી

મોરબી : ચૂંટણી પંચ દ્વારા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં લોકશાહીનો પર્વ ઉજવાઈ તે માટે મોરબી જિલ્લામાં ઉત્તરપ્રદેશના આઇપીએસ કે.એજીલીરાશનની પોલીસ ઓબ્ઝરવર તરીકે નિમણુંક કરવામાં આવી છે.

આજરોજ મોરબી જિલ્લાના પોલીસ ઓબ્ઝરવર કે.એજીલીરાશન દ્વારા મોરબી જિલ્લાની અલગ અલગ ચેકપોસ્ટની તેમજ ક્રિટીકલ બુથ બિલ્ડિંગોની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમિયાન ગુજરાતના લોકોની રહેણીકરણી તેમજ ગુજરાતીઓના સ્વભાવ ની ખુબ પ્રશંસા કરી હતી.

હાલ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી પોલીસ દ્વારા ચુંટણીલક્ષી કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કરી મોરબી પોલીસની કામગીરીની પણ પ્રશંસા કરી પોલીસ ઓબ્ઝરવર દ્વારા પોલીસને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

- text

- text