મોરબીમાં ગાડી ધીમી ચલાવવા મામલે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર મારામારી

- text


શકત શનાળાના ઇન્દિરા આવાસ નગરમાં બનેલ બનાવ અંગે સામસામી ફરિયાદ

મોરબી : મોરબીના શકત શનાળા ગામે ઇન્દિરા આવાસ પ્લોટમાં ઘર પાસેથી ગાડી ધીમી ચલાવવા બાબતે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર મારામારી થતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે સાંજના સમયે મોરબીના શનાળાના ઈન્દિરાનગર આવાસ પ્લોટમા રહેતા પંકજભાઈ પ્રેમજીભાઈ વાઘેલા પોતાના ઘર પાસે હતા ત્યારે આરોપી નીતિન મહેશભાઈ સોલંકી બાજુમાંથી ગાડી લઈને પસાર થતા ફરિયાદી પંકજભાઈએ બાજુમાંથી ગાડી ચલાવવાની ના પાડતા આરોપી નીતિન મહેશભાઈ સોલંકી, મહેશભાઈ બાબુભાઇ સોલંકી અને રાહુલ મહેશભાઈ સોલંકીએ ઢીકા પાટુનો મૂંઢ માર મારી લોખંડના પાઇપ વડે હુમલો કરતા ઇજાઓ પહોંચતા આ મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકના ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text

જ્યારે સામા પક્ષે ફરિયાદી મહેશભાઈ બાબુભાઇ સોલંકીએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમનો પુત્ર નીતિન આરોપી સંજય ઉર્ફે ગોવિંદના ઘેર પાસેથી ગાડી લઈને નીકળતા આરોપીએ ગાડી ધીમે ચલાવવાનું કહેતા ગાડીને બ્રેક મારતા ધૂળ ઉડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને બાદમાં મહીપત ઉર્ફે ભુરો રવજીભા વાઘેલા, સંજય ઉર્ફે ગોવીંદ મનસુખભાઇ વાઘેલા, નિતીન ઉર્ફે લાલો ધનજીભાઇ સોલંકી, પંકજ પ્રેમજીભાઇ વાઘેલા, મયુર પ્રેમજીભાઇ વાઘેલા, પ્રકાશ મનસુખભાઇ વાઘેલા, મનોજ ધનજીભાઇ સોલંકી, બીપીન ગણેશભાઇ સોલંકી તથા કમલેશ હરીભાઇ વાઘેલા રહે. બધા મોરબી વાળાઓએ એક સંપ કરી હુમલો કરતા ત્રણેય પિતા પુત્ર અને અને માતા તેમજ પત્નીને મૂંઢ માર મારી રાહુલ તેમજ બાબુભાઈને છરી વડે ઇજાઓ પહોંચાડી હતી.

ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.

- text