મોરબી સબ જેલમાં એક કેદી ઇજાગ્રસ્ત થતાં સારવારમાં ખસેડાયો

- text


કેદીએ કહ્યું બેરેક મા જતા સમયે માથામાં દરવાજો લાગી ગયો : જોકે જેલમાં માથાકૂટ થયાની ચર્ચાએ વેગ પકડ્યો

મોરબી : મોરબી સબ જેલમાં બે દિવસ પૂર્વે મોબાઈલ ફોન મળી આવવાની ઘટના બાદ આજે એક કેદીને માથામાં ઇજાઓ પહોંચતા સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે આ બાબતે જેલેરે કોઈ સત્તાવાર વિગતો જાહેર કરી નથી.

બનાવ અંગે જાણવા મળતી મુજબ મોરબી સબ જેલમા 307ના આરોપી એવા રવિ ઉર્ફે બુચિયો દેવજીભાઈ સાથલિયાને ઇજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ એવી પણ ચર્ચાઓ ઉઠી હતી કે, મોરબી સબ જેલમાં આજે માથાકુટ થઈ હતી જેમાં અન્ય કેદીને પણ ઈજા પહોંચી હોવાનું બિન આધારભૂત વર્તુળો જણાવી રહ્યા છે.

આ મામલે મોરબી સબ જેલના જેલર સંપર્ક સાધતા તેઓ રજા ઉપર હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે આ અગાઉ બે દિવસ પૂર્વે જેલમાં કેદીનો ગળેફાંસો ખાઈ લેવાની ઘટના બાદ કેદી પાસેથી મોબાઈલ ફોન ઝડપાઇ જતા કેદી દ્વારા જેલ સહાયકને ધમકી આપી ફરજમાં રુકાવટ બાદ આજે કેદી ઘાયલ થતા સબ જેલ સતત ચર્ચામાં રહી છે.

- text

- text