કાનગડ પરિવાર દ્વારા જસાપર ગામે 16મીથી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

- text


 

મોરબી: કાનગડ પરિવાર- જસાપર દ્વારા આગામી તારીખ 16 નવેમ્બર ને બુધવારથી જસાપર ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

જસાપર ગામે આવેલી કાનગડ પરિવારની વાડી, વૃંદાવનધામ ખાતે તારીખ 16 નવેમ્બર ને બુધવારના રોજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થશે અને કથાની પૂર્ણાહુતિ 22 નવેમ્બર ને મંગળવારના રોજ થશે. દરરોજ કથાનો સમય સવારે 9:30 થી 11:30 અને બપોરે 3:30 થી 6:00 વાગ્યા સુધીનો રહેશે. આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજકોટવાળા લાલજી મહારાજ વ્યાસપીઠ પર બિરાજી શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. સાથે જ 19 નવેમ્બર ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. જેમાં કલાકાર તરીકે પરસોતમપરી બાપુ અને સાહિત્યકાર લાખણસી ગઢવી ઉપસ્થિત રહેશે. જ્યારે 21 નવેમ્બર ને સોમવારના રોજ રાત્રે 9 કલાકે દાંડીયારાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકાર તરીકે વિજય આહીર ઉપસ્થિત રહેશે. તો કાનગડ પરિવાર જસાપર દ્વારા આયોજિત આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લ્હાવો લેવા સર્વે ભક્તોને જણાવવામાં આવ્યું છે.

- text

- text