હળવદ – ધ્રાંગધ્રા બેઠક પર પ્રકાશભાઇ વરમોરાની ઉમેદવારીને આવકારતા ભાજપના સ્થાનિક અગ્રણીઓ

- text


સ્વચ્છ પ્રતિભા અને ઉદ્યોગકારોમાં ભારે ચાહના ધરાવતા વરમોરાએ ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ

64 વિધાનસભા ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે વરમોરાની પસંદગીને લઈને મોવડી મંડળ પુર્ણતઃઆશ્વત

હળવદ : છેલ્લા પાંચ વર્ષથી પોતાના વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈને પૂર્ણકાલીન જીવન જન સેવા માટે સમર્પિત કરનાર પ્રકાશભાઇ પરસોત્તભાઈ વરમોરાની હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરતા સ્થાનિક અગ્રણીઓ, કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અગ્રણી ઉધોગપતિ વિવિધ ધાર્મિક- સામાજિક સંસ્થાઓમાં વિશાળ હૃદયે દાન અને સેવા આપીને વિશેષ નામના મેળવનાર પ્રકાશભાઈની ઉમ્મદવારીને સ્થાનિક મતદારોએ પણ આવકાર આપ્યો છે. રાજ્યના અગ્રણી ઉચ્ચ અધિકારીઓ સાથે આત્મીયતાના સબંધો ધરાવતા પ્રકાશભાઈની ઉમેદવારીને લઈને છેલ્લા સપ્તાહથી ચર્ચા ચાલી રહી હતી. જો કે, હળવદ, વઢવાણ, ટંકારા, પડધરી કે સુરેન્દ્રનગર પૈકી કઈ બેઠક પર તેમને ટિકિટ મળશે એ છેલ્લી ઘડી સુધી નક્કી ન હતું. આખરે કેન્દ્રીય નેતાગીરીએ હળવદ-ધ્રાંગધ્રા બેઠક માટે પ્રકાશભાઈ પર પસંદગીનો કળશ ઢોળાયો છે.

મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરમાં રહેણાંક ધરાવતા અને પ્રદેશ ભાજપ ઉદ્યોગ સેલમાં કન્વીનર તરીકે જવાબદારી સંભાળતા પ્રકાશ વરમોરાની સ્વચ્છ પ્રતિભા, સુશિક્ષિત અને સર્વમાન્ય ચહેરા તરીકેની ઓળખને લઈને ભાજપે તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

અલબત્ત મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને 218 જેટલી જીઆઇડીસી સહિતના 2.5 લાખ ઉદ્યોગ સમૂહનું પ્રતિનિધત્વ કરતા ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન (એફ.આઈ.એ.)ના પ્રેસિડેન્ટ, સરદારધામના ઉપપ્રમુખ તેમજ ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ અને વઢવાણ ઇન્ડ. એસોશિએશન સહીત અનેક સંસ્થામાં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચૂકેલા પ્રકાશભાઈ વરમોરાની ઉક્ત લાયકતો પણ પાર્ટીએ ધ્યાનમાં લીધી હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.

આજના સમયમાં પક્ષાપક્ષીના રાજકારણ વચ્ચે સમાજના ટ્રસ્ટી તરીકે ફરજ નિભાવે તેવા યુવા અને શિક્ષિત અને સમજદાર ચહેરાઓની ગેરહાજરી જોવા મળી રહી છે ત્યારે આર્થિક, સામાજિક આધ્યાત્મિક રીતે સંપન્ન પ્રકાશ વરમોરા જેવા ઉમેદવારને અલ્પ વિકસિત એવા હળવદ – ધ્રાંગધ્રા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હોવાથી એમની જીત માટે ભારતીય જનતા પાર્ટી સો ટકા આશ્વત છે. કારણ કે આ વિસ્તારની કાયાપલટ તેઓ કરી શકે તેમ હોવાનું ટોચની નેતાગીરી અને પક્ષની થિન્ક ટેન્ક પણ માની રહી છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક માટે ટકોરાબંધ એવા ઉમેદવારની જરૂરત હતી જે બેઠક જીતી શકે એવા તો હોવા જ જોઈએ સાથોસાથ સમગ્રતઃ વિસ્તારનો કાયાપટલ સરકારની વિવિધ યોજનાઓ થકી કરી શકે અને અન્યોને સાથે લઈને ચાલી શકે.

- text

વિશ્વભરનો પ્રવાસ કરી વિશાળ વાંચન, ચિંતન અને મનન દ્વારા દીર્ઘદ્રષ્ટિ કેળવેલા પ્રકાશભાઈ વડાપ્રધાન મોદીના વિઝનને ચરિતાર્થ કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. આવા ઘડાયેલા ભાવનાશીલ યુવા કાર્યકર્તાને તક મળે તેવી સ્થાનિક કાર્યકર્તાગણ, સામાજિક-ઔધોગિક આગેવાન અને મતદારોની પણ લાગણી હતી. ફેસબુક અને યૂ-ટ્યૂબ પરના તેમના વિવિધ વિષયોને લગતા વીડિઓ દ્વારા એમના વિચાર અને કાર્યક્ષમતાની જાણકારી તો લોકોમાં હતી જ. ત્યારે હળવદ- ધ્રાંગધ્રા બેઠક પરથી એમની જીત પાક્કી જ છે એવું સ્થાનિક કાર્યકર્તાઓ અને મતદારો પણ માની રહ્યા છે. ત્યારે ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા, માર્કેટિંગ યાર્ડ ચેરમેન રણછોડભાઈ પટેલ, ભાજપ તાલુકા પ્રમુખ વસુભાઈ સીનોજીયા, કારોબારી સભ્ય રજનીભાઇ સંઘાણી, મોરબી શીક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, જિલ્લા બક્ષીપંચ મોરચાના દેવશીભાઈ દલવાડી, એ.પી.એમ.સી. ડાયરેકટર જીલુભાઈ રાજપૂત, ભાજપ અગ્રણી મનસુખભાઇ એરવાડીયા, સુખુભા ઝાલા, સામાજિક અગ્રણી વાલજીભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્યો તેમજ તાલુકા ભાજપની ટીમએ વરમોરાની પસંદગીને આવકાર આપી તન-મન-ધનથી એમની સાથે રહી મોટા માર્જિનથી એમને જીતાડવા સર્વ કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું.

- text