કાંતિલાલે વિશાળ સમર્થકો સાથે દાવેદારી નોંધાવી, મેરજા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા

- text


ઝુલતા પુલ દુર્ઘટનાના પગલે શાંતિથી મોટા કાફલા સાથે પગપળા ચાલીને કાનાભાઈએ ભાજપના ઉમેદવાર તરીકે નામાંકન પત્ર રજૂ કર્યું

મોરબી : મોરબી બેઠક ઉપર ફરી જુના જોગી અને બાહુબલી નેતા કાંતિલાલ અમૃતિયા ઉપર ભાજપે પસંદગી કરતા આજે તેઓ વિશાળ સમર્થકોના કાફલા સાથે પોતાના નિવાસસ્થાનથી પગપાળા ડેપ્યુટી કલેકટર કચેરીએ નામાંકન ભરવા પહોંચ્યા હતા. પુલ દુર્ઘટનાના પહેલ માત્ર શાંતિથી મોટા કાફલા સાથે પગપળા ચાલીને કાનાભાઈએ નામાંકન પત્ર રજૂ કર્યું હતું. આ સમયે બ્રિજેશ મેરજા, મગન વડાવિયા સહિતના ભાજપનાં આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી બેઠક ઉપર ભાજપ તરફથી સતત પાંચ ટર્મ સુધી એકચક્રી શાસન કરનાર પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને ફરી ભાજપે મેદાનમાં ઉતરતા આજે ભારે ખુશીના માહોલ વચ્ચે તેઓ પોતાના નિવાસસ્થાન ઉમા ટાઉનશીપ ખાતેથી મોટા કાર્યકરોના કાફલા સાથે ભાજપ તરફથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભરવા માટે પગપાળા નીકળ્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર કાંતિલાલની સાથે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ રાજયમંત્રી જયંતિભાઈ કવાડિયા, પૂર્વ રાજયમંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મગનભાઈ વડાવીયા, સીરામીક એસો.ના અગ્રણીઓ તેમજ અલગ અલગ ક્ષેત્રેના અગ્રણીઓ, મહિલા મોરચાના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં સમર્થકોનો સમુદાય જોડાયો હતો. જો કે પુલ દુર્ઘટનાના પગલે ફટાકડા કે ઢોલ નગારા અને ફૂલહારનો ઉપયોગ ટાળી કાનાભાઈ સાદાઈથી પગપાળા પોતાના ઘરેથી ડે કલેકટર કચેરીએ ઉમેદવાર પત્ર રજૂ કરવા પહોંચ્યા હતા અને તેઓએ ઉમેદવારી પત્ર ભર્યું હતું.

- text

- text