અમદાવાદ-કચ્છ હાઇ-વે ઉપર હળવદ નજીક ત્રીપલ અકસ્માત

- text


બસ, ટેન્કર અને ઇકો અથડાયા : એકનું મોત,એક ડઝન થી વધુ લોકો ઈજાગ્રસ્ત

હળવદ : ગતમોડી રાત્રિના હળવદ તાલુકાના કવાડિયા ગામના પાટીયા નજીક એસટી બસ, ટેન્કર અને ઇકો વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક વૃદ્ધનું મોત થયું છે જ્યારે 17 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોય તેઓને સારવાર માટે હળવદ તેમજ ધાંગધ્રા ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કવાડિયા ગામના પાટીયા નજીક એક ટ્રેલર પલટી મારી ગયું હોય જેથી રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો જેના કારણે રાત્રિના અઢી વાગ્યાની આસપાસ સુરતથી મુન્દ્રા જતી સ્લીપર કોચ એસટી બસ એક ટેન્કર તેમજ ઇકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એસટી બસમાં સવાર સાત મુસાફરો, ટેન્કર ચાલક તેમજ ક્લીનર અને ઇકો કારમાં સવાર સાત જેટલા લોકોને ઈજા પહોંચી હતી જેમાં ઇકોમાં સવાર 65 વર્ષેય વૃદ્ધનું મોત નીપજ્યું હતું.

બનાવવાની જાણ થતા ધાંગધ્રા તેમજ હળવદની 108 ની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી તેની સાથે સાથે ચુલી ટોલનાકા પરથી પણ એમ્બ્યુલન્સ સાથે કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તો અને હળવદ તેમજ ધાંગધ્રા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે ગંભીર ઈજા થયેલ લોકોને સારવાર માટે મોરબી તેમજ સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં (૧) રજીયાબેન અલારખાભાઈ ઉંમર વર્ષ 30

(૨)રસિકભાઈ રાજાભાઈ પટેલ ઉંમર વર્ષ 45

(૩)નરેન્દ્રભાઈ પટેલ ઉંમર વર્ષ 65

(૪) લલ્લારામ કુબારામ ચૌધરી ઉંમર વર્ષ 32

(૫) અમીનાબેન મોહમ્મદભાઈ જામ ઉંમર વર્ષ 70

(૬) નજમાબેન રફિકભાઈ ઉંમર વર્ષ 26

(૭)ચંદ્રેશભાઇ મગનભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 29 સહિત ૧૭ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે સેજુમલ મુલચંદ જાંગીયાણી ઉંમર વર્ષ 65 રહે.જામનગરનુ મૃત્યુ થયું હતું.

- text

- text