ઝૂલતા પુલ પ્રકરણમાં રિવિઝન રિમાન્ડ અરજીમાં મુદત પડી, હવે 11મીએ સુનાવણી

- text


ઓરેવા કંપનીના બન્ને મેનેજરોને સાથે રાખી ક્રોસ તપાસ માટે કરાયેલ રિવિઝન રિમાન્ડ અરજીમાં મુદત પડી

મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં નામદાર મોરબી કોર્ટે દ્વારા ઓરેવા કંપનીના બન્ને મેનેજરની રિમાન્ડ ના મંજુર કરતા તપાસનીશ ટીમ દ્વારા ઉપલી કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરાતા આજ રોજ વધુ સુનાવણી મુકરર થઈ હતી જેમાં આજે નામદાર કોર્ટ દ્વારા 11નવેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ ઝૂલતો પુલ તૂટી પડવાના કેસમાં 135 લોકોના મૃત્યુ નિપજતા નવ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો અને આ મામલે ઓરેવા કંપનીના મેનેજર અને ફેબ્રિકેશન કોન્ટ્રાકટરના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તપાસનીશ ટીમ દ્વારા ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખ અને દિનેશ દવેને સાથે રાખી કલેકટર કચેરી રાજકોટ તેમજ મોરબી અને નગરપાલિકા મોરબીમાં ક્રોસ તપાસ માટે વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી પરંતુ નામદાર કોર્ટે બન્ને પક્ષની દલીલ બાદ રિમાન્ડ માંગણી ફગાવી હતી.

- text

આ ચકચારી પ્રકરણમાં તપાસનીશ અધિકારી દ્વારા આ મામલે મોરબીની ઉપલી કોર્ટમાં રિવિઝન રિમાન્ડ અરજી કરવામાં આવી હોવાથી આજે સુનાવણી મુકરર થઇ હતી જેમાં આજે મુદત પડતા આગામી 11 નવેમ્બરે રોજ સુનાવણી મુકરર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

- text