હળવદ અને વાંકાનેર બેઠક ઉપર ચુવાળીયા કોળી સમાજના ઉમેદવારને ટીકીટ આપવાની માંગ

- text


આજે મોરબીના સામાકાંઠે ચુવાળીયા કોળી સમાજની મળેલી બેઠકમાં હળવદ અને વાંકાનેર બેઠક ઉપર ભાજપ દ્વારા કોળી સમાજને ટીકીટ નહિ મળે તો તેના ચૂંટણીમાં પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ચેતવણી અપાઈ

મોરબી : મોરબી જિલ્લાની વાંકાનેર અને હળવદ બેઠકો ઉપર ચુવાળીયા કોળી સમાજે ભાજપ દ્વારા પોતાના સમાજના ઉમેદવારને ટીકીટ આપવાની માંગ કરી હતી. જેમાં આજે મોરબીના સામાકાંઠે ચુવાળીયા કોળી સમાજની મળેલી બેઠકમાં હળવદ અને વાંકાનેર બેઠક ઉપર ભાજપ તરફથી ટીકીટ નહિ મળે તો તેના ચૂંટણીમાં પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ચેતવણી અપાઈ છે.

મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો ઉપર ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરે તે પહેલાં જ મોરબી જિલ્લાનો ચુવાળીયા કોળી સમાજ પોતાના સમાજના ઉમેદવારોને ટીકીટ મળે તે માટે મેદાને આવ્યો છે. આજે મોરબીની ચુવાળીયા કોળી ઠાકોર સમાજની વિધાર્થી બોર્ડીંગ ખાતે મોરબી જિલ્લાના ચુવાળીયા કોળી ઠાકોર સમાજના લોકોની મોટી સંખ્યામાં મીટીંગ મળી હતી. જેમાં મોરબી જિલ્લામાં કોળી સમાજની મોટી બહુમતી હોવાથી તેમના સમાજના લાયક ઉમેદવારોને ટિકીટ આપવાની માંગ કરી હતી. ખાસ કરીને હળવદ બેઠકમાં હાલના ધારાસભ્ય પરસોતમ સાબરીયાને ફરીથી ટીકીટ આપી રિપીટ કરવાની માંગ કરી હતી અને વાંકાનેર બેઠક ઉપર પણ કોળી સમાજના ઉમેદવારને ટીકીટ આપવાની માંગ કરી હતી. જો ટીકીટમાં અન્યાય થશે તો રાજકીય પક્ષને તેના ચૂંટણીમાં પરિણામો ભોગવવાની તૈયારી રાખવા પણ ચેતવણી આપી હતી. ત્યારે હવે આ મોટા સમુદાયની ટીકીટની માંગણી મામલે ભાજપ કેવું વલણ અપનાવે છે તે જોવાનું રહ્યું.

- text

- text