વાંકાનેર વિધાનસભા બેઠક માટે આજે 16 ફોર્મ ઉપડ્યા

- text


ભાજપના નામે 1 અને આપના નામે 2 ફોર્મ ઉપાડ્યા

વાંકાનેર : વાંકાનેર વિધાનસભા બેઠક માટે આજે બુધવારે 16 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા છે. જેમાં એક વ્યક્તિએ ભાજપના નામે એક ફોર્મ તથા અન્ય એક વ્યક્તિએ આપના નામે 2 ફોર્મ ઉપાડ્યા છે.

67- વાંકાનેર વિધાનસભા બેઠક માટે આજે ચોથા દિવસે 16 ફોર્મ ઉપડ્યા છે. જેમાં અપક્ષ ઉમેદવાર તરીકે સવજીભાઈ સાબરીયા, મેરામ કરમણભાઈ, નરેશ કાનાભાઈ લામકા, મહેશકુમાર ખાંડેખા, રાવળ હર્ષદરાય હિંમતલાલ, ઉસ્માનભાઈ અલીભાઈ દેકાવાડીયા, અનિલ બટાભાઈ લામકા,ગમારા તેજાભાઈ રત્નાભાઈ, ઝાલા ઈન્દ્રજીતસિંહ અજીતસિંહ, માલકીયા સોમાભાઈ હીરાભાઈ, રાઠોડ વનરાજભાઈ ધીરૂભાઈએ ફોર્મ ઉપાડ્યા છે.

- text

જ્યારે બસપાના નામે મહમદભાઈ રહેમાનભાઈ રાઠોડે 2 ફોર્મ, ભાજપના નામે રાજેશ જાદવજી બરાસરાએ એક ફોર્મ અને આપના નામે બ્લોચ મોહમદઆરીફ દિનમોહમદએ 2 ફોર્મ ઉપાડ્યા છે.

- text