મોરબીમા મિથુન અને તેના બે મિત્રો જુગાર રમતા ઝડપાયા

- text


જુના બસસ્ટેન્ડ નજીક સીટી એ ડિવિઝન પોલીસની કાર્યવાહી

મોરબી : મોરબી શહેરના જુના બસસ્ટેન્ડ પાછળથી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે દરોડો પાડી મિથુન અને તેના બે મિત્રોને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જુના બસ સ્ટેન્ડ નજીકથી જાહેરમાં જુગાર રમી રહેલા નિઝામભાઈ સલીમભાઈ મોવર, ભુપેન્દ્રસિંહ ખોડુભા પરમાર અને કાંતિલાલ ઉર્ફે મિથુન દેવજીભાઈ ડાભીને રોકડા રૂપિયા 12,700 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text