મોરબીમાં માતમની વચ્ચે આગામી 1 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે

- text


5 તારીખે ચૂંટણીનું જાહેરનામું અમલમાં આવશે : 14 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રકો ભરી શકશે, દાગી ઉમેદવારો માટે ત્રણ વખત જાહેરાત કરવી પડશે

મોરબી : આજે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા બે તબક્કામાં ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણી યોજવા જાહેરાત કરી છે જે અન્વયે મોરબી જિલ્લાની ત્રણ સહિત 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને 14 નવેમ્બર સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. આમ મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં સેકડો લોકોના મોતના દુઃખ અને માતમની વચ્ચે આ ઘટનાના એક મહિના બાદ જ ચૂંટણી યોજાશે.

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે જાહેરાત કરી છે. જેમાં તા.1 ડિસેમ્બરે મોરબી જિલ્લાની મોરબી માળીયા, ટંકારા પડધરી અને વાંકાનેર બેઠક સહિત 89 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત મતદાન થશે.વધુમાં મોરબી સહિતની સૌરાષ્ટ્રની બેઠકો માટે 5 તારીખ ચૂંટણીનું જાહેરનામું અમલમાં આવશે એટલે કે ઉમેદવારી પત્રો ભરાવાનું શરૂ થશે અને 14 તારીખ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે જેની ચકાસણી 15મીએ અને 17 તારીખે ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે અને 1 ડિસેમ્બરે મતદાન થશે. અને 8 તારીખે પરિણામ જાહેર થશે.

- text

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત પેહલા મોરબીની દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. જ્યારે ચૂંટણી પંચની જાહેરાત મુજબ મોરબી સહિતની સૌરાષ્ટ્રની બેઠકોનો પેહલા તબ્બકા ના મતદાનમાં સમાવેશ થતાં મોરબીમાં ઝૂલતા પુલની ગોઝારી ઘટનાના માતમ વચ્ચે આગમી 1લી ડિસેમ્બરે મતદાન યોજાશે.

- text