સતત પાંચમા દિવસે ઊંડા પાણીમાં નેવીનું સર્ચ ઓપરેશન, બે મોબાઈલ, ચશ્માં, પાકીટ હાથ લાગ્યા

- text


હજુ બે વ્યક્તિ લાપત્તા હોવાની આશંકાએ સતત પાંચમા દિવસે મચ્છુ નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ

મોરબી : મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાના આજે પાંચમા દિવસે પણ લાપતા બનેલા વ્યક્તિઓને શોધવા સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. આજે નેવીની ટીમને ઊંડા પાણીમાંથી બે મોબાઈલ ફોન, ચશ્મા અને લેડીઝ પર્સ સહિતની વસ્તુઓ મળી આવી હતી.

30 ઓક્ટોબરના રોજ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર તેમજ નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની બચાવ ટીમો દ્વારા રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે જે અન્વયે આજે નેવીની ઊંડા પાણીમાં ડૂબકી લગાવી શોધખોળ કરતી ટીમ દ્વારા આજે સર્ચ ઓપરેશન દરમિયાન બે મોબાઈલ ફોન, ચશ્મા અને લેડીઝ પર્સ સહિતની ચીજવસ્તુઓ શોધી કાઢી હતી.

ઉલ્લેખનીય છે ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટના ઘટયાના આજે પાંચમા દિવસે પણ કોઈ વ્યક્તિ હજુ પાણીમાં તો નથી ને તે આશંકાએ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.

- text

- text