પુલ દુર્ઘટના : મોરબી શોકમય, રાષ્ટ્ધ્વજ અડધી કાંઠીએ ફરકાવ્યો

- text


ઠેરઠેર પ્રાર્થનાસભા અને મૌનરેલી કાઢી દિવગતોને શ્રદ્ધાંજલિ અપાઈ

મોરબી : મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનાને પગલે આજે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે મોરબી શોકમય બનીને અડધી રાષ્ટ્ધ્વજ અડધી કાંઠીએ ફરકાવ્યો છે. ઠેરઠેર પ્રાર્થનાસભા અને મૌનરેલી કાઢી દિવગતોને શ્રદ્ધાંજલિ અપાઈ છે.

મોરબીમાં રવિવારે ઝૂલતાપૂલ તૂટી પડવાની ઘટનામાં 135 દિવંગત થયેલા હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્ય સરકારે આજે સમગ્ર રાજ્યમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને સરકારે દિવગંતોના આત્માની શાંતિ માટે ગામે ગામ અને મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા સહિતની તમામ સ્થળે પ્રાર્થનાસભાનું આયોજન કરવાની અપીલ કરી હતી. આથી આજે સમગ્ર રાજ્યની સાથે મોરબી શોમમય બની ગયું હતું અને ઉમિયા સર્કલ પાસેના રાષ્ટ્ધ્વજને અડધી કાંઠીએ ફરકાવ્યો છે. તેમજ ઠેરઠેર પ્રાર્થનાસભા અને કેન્ડલ માર્ચ તેમજ મૌન રેલીના આયોજન કરવામાં આવ્યા છે. સમગ્ર મોરબી શહેરમાં પ્રાર્થના સભા તેમજ મૌન રેલી કાઢી લોકોએ હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.

- text

- text