મોરબી દુર્ઘટનાના દિવગંતોને શ્રદ્ધાંજલિ આપવા વકીલોની મૌનરેલી, બે દિવસ કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે

- text


મોરબી બાર એસો.ના નેજા હેઠળ તમામ વકીલોએ મૌન રેલી કાઢી દિવગંતોને શ્રદ્ધાંજલિ આપી

મોરબી : મોરબી બાર એસોસિએશને ગોઝારી પુલ દુર્ઘટનામાં પડિતોને ન્યાય મળે તે માટે પૂર્ણ સંવેદના સાથે તેમની પડખે રહીને આરોપીઓનો એકપણ વકીલ કેસ નહિ લડે તેવો નિર્ણય જાહેર કર્યા બાદ આજે પુલ દુર્ઘટનાના દિવગંતોને શ્રદ્ધાંજલિ આપવા મોરબી બાર એસો.ના નેજા હેઠળ તમામ વકીલોએ મૌન રેલી કાઢી દિવગંતોને શ્રદ્ધાંજલિ આપી હતી.

મોરબી બાર એસોસિએશનના નેજા હેઠળ તમામ વકીલોએ પુલ દુર્ઘટનાના દિવગંતોને શ્રદ્ધાંજલિ આપવા મોરબીના સામાકાંઠે આવેલા કોર્ટ સંકુલ ખાતેથી વિશાળ મૌન રેલી કાઢી હતી. જેમાં તમામ વકીલો જોડાયા હતા. મોટી સંખ્યામાં વકીલોએ કોર્ટ સંકુલેથી મોન રેલી કાઢી પુલ ઉપર થઈ દુર્ઘટના સ્થળ ઝૂલતાપૂલ પાસે પહોંચીને બે મિનિટ મૌન પાળી પુલ દુર્ઘટનાના હતભાગીઓને ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી હતી. સાથેસાથે મોરબી બાર એસોસિએશને પુલના હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવા બે દિવસ સુધી શોક પાળીને તમામ વકીલો બે દિવસ સુધી કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે તેવો નિર્ણય જાહેર કર્યો છે.

- text

- text