મોરબી: વાદ્યસંગીત (ટ્રેડિશનલ)માં એમ.એસ.દોશી હાઇસ્કુલનો વિદ્યાર્થી જિલ્લામાં પ્રથમ 

- text


મોરબી: મોરબી જિલ્લા કક્ષાના કલા ઉત્સવની વાદ્ય સંગીત (ટ્રેડિશનલ) સ્પર્ધામાં એમ.એસ.દોશી હાઇસ્કુલનો વિદ્યાર્થી પ્રથમ નંબરે આવ્યો છે.

એનસીઈઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ સમગ્ર શિક્ષા મોરબી દ્વારા આયોજિત કલા ઉત્સવની વાદ્ય સંગીત ટ્રેડિશનલ સ્પર્ધા બીઆરસી ભવનમાં યોજાઇ હતી. આ સ્પર્ધામાં મોરબી તાલુકાની એમ.એસ. દોશી હાઇસ્કુલનો ધોરણ 10માં ભણતો વિદ્યાર્થી વિકાણી રાકેશ નાનજીભાઈએ પ્રથમ નંબર મેળવી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે. આ સિધ્ધિ બદલ ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે.

- text

- text