વઘાસિયા ટોલનાકા નજીક હાઇવે ઉપર અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

- text


મોરબી : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી યુવાનના વાલી વારસો અંગે શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર ન્યુ બાબા રામદેવ આઇમાતા હોટલ નજીક હાઇવેના સાઈનબોર્ડ પાસે અંદાજે એક 35 વર્ષના યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ સીટી પોલીસને અર્જુનરામ નીંબારામ પ્રજાપતિએ કરી હતી. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી યુવાનની ઓળખ મેળવવા તેમજ વાલી વારસનો પતો મેળવવા તપાસ શરૂ કરી છે.

- text

- text