કાલે 26મીના ઓખા-નાથદ્વારા એક્સપ્રેસના મુસાફરોને ઓખાથી હાપા સુધી લઈ જવા માટે રેલવેએ કરી ખાસ વ્યવસ્થા

- text


મોરબી : રેલવે પ્રશાસન દ્વારા 26 ઓક્ટોબર, 2022 ના રોજ ઓખાથી દોડતી ટ્રેન નંબર 19575 ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ માં ઓખાથી હાપા વચ્ચેના સ્ટેશનોથી તેમની મુસાફરી શરૂ કરતા મુસાફરોને સ્પેશિયલ ટ્રેન દ્વારા ઓખા થી હાપા પહુંચાડવાની વ્યવસ્થા કરી છે. આ સ્પેશિયલ ટ્રેન ઓખાથી હાપા સુધી ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ ના નિયમિત સમયપત્રક મુજબ દોડશે. આ સ્પેશિયલ વિશેષ ટ્રેનમાં 7 કોચ હશે જેમાં 1 સેકન્ડ એસી, 1 થર્ડ એસી, 3 સેકન્ડ સ્લીપર, 1 જનરલ અને 1 લગેજ વાન કોચ નો સમાવેશ થાય છે. આ મુસાફરોને હાપા સ્ટેશન પર ટ્રેન નંબર 19575 ઓખા-નાથદ્વારા એક્સપ્રેસના નિયમિત રેકમાં શિફ્ટ કરવામાં આવશે. આ વિશેષ વ્યવસ્થાને કારણે ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ ટ્રેન હાપાથી 2 કલાક મોડી એટલે કે સવારે 11.05ના બદલે બપોરે 13.05 કલાકે ઉપડશે. ઉલ્લેખનીય છે કે ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ ના પેરિંગ રેક વધુ પડતા લેટ આવતો હોવાના કારણે મુસાફરોને સમયસર તેમના ગંતવ્ય સ્ટેશન પર લઈ જઈ શકાય તે માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

- text

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

1278345107

- text