મહેન્દ્રનગર ચોકડીએ દોઢ કલાકથી ટ્રાફિકજામ, વાહનોની કતારો લાગી

- text


હજારો વાહનોની અવરજવર ધરાવતા મહત્વના પોઇન્ટ પર ટ્રાફિફ પોલીસ જ ન હોવાથી આડેધડ વાહનો ચાલતા વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યા

મોરબી : મોરબી નજીક આવેલ મહેન્દ્રનગર ચોકડીએ આજે ફરી ટ્રાફિકજામ થયો હતો. હજારો વાહનોની અવરજવર ધરાવતી આ મહેન્દ્રનગર ચોકડીએ ખાસ કરીને ભારે વાહનોની સવિશેષ અવરજવર હોય આજે દોઢ કલાકથી વધુ સમસ સુધી ટ્રાફિફજામ થતા મહેન્દ્રનગરથી ઘુંટુ ગામ એટલે બે કિમિ સુધી ભારે વાહનોની લાઈનો લાગી હતી.

મહેન્દ્રનગર ચોકડીએ હળવદ તરફ સહિત ચારેય દિશામાં માર્ગો ફંટાતા હોય અને ઉપરથી મહેન્દ્રનગરથી આગળ ઘુંટુ સહિતના ગામો સુધી સીરામીક એકમો હોવાથી આ ચોકડીએ હજારો વાહનોની અવરજવર રહેતી હોય પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, આવડા મોટા વાહન વ્યવહાર ધરાવતા આ પોઇન્ટ ઉપર ટ્રાફીક પોલીસ જ ન હોવાથી વાહન ચાલકોને કોઈ કહેવાવાળું કે ટોકવાવાળું ન હોવાથી જીવના જોખમે મનમાની ચાલવીને જે વાહન ચાલકને આ ચોકડીએ જે દિશા તરફ જવું હોય એ ટ્રાફિકના નિયમોની પરવા કર્યા વગર વળી જાય છે.

આવી રીતે દરરોજ પોલીસ વગર રેઢીપડ મહેન્દ્રનગર ચોકડીએ આડેધડ વાહનો એકબીજા તરફ ઘુસી જતા હોવાથી ક્યારેક અકસ્માત કે ક્યારેક સામસામાં વાહનો આવી જવાથી ટ્રાફિકજામ થાય છે. આ રોજિંદો ક્રમ છે.

હજારોની સંખ્યા વાહનોની અવરજવર ધરાવતા આ પોઇન્ટ ઉપર ટ્રાફિકના નિયમોની પરવા જ ન કરતા વારંવાર ટ્રાફિકજામ થાય છે. આજે તો હદ બહારનો ટ્રાફિકજામથી થયો હતો. વાહનોની કતારો એટલી બધી લાગી હતી કે મહેન્દ્રનગર ચોકડી બે કિમિ દૂર ઘુંટું સુધી વાહનોની લાઈનો પહોંચી ગઈ હતી. તેમાંય આ કત્તારો મોટા વાહનોની હોવાથી ટ્રાફીક ક્લિયર થતા ઘણીવાર લાગે એમ હોવાથી અનેક વાહન ચાલકો ટ્રાફિકજામમાં ફસાવાથી મુશ્કેલીમાં મુકાય ગયા હતા.

- text

- text