મોરબીમાં જીપીએસસી વર્ગ-3ની પરીક્ષામાં 41 ટકા ઉમેદવારો ગેરહાજર

- text


11 શાળામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલી નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-3ની પરીક્ષામાં 59 ટકા ઉમેદવારો હાજર રહ્યા

મોરબી : મોરબીમાં આજે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.જીપીએસસી વર્ગ-3ની પરીક્ષામાં 41 ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. જ્યારે 59 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોરબી એસ.વી.પી કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાછળ, કન્યા છાત્રાલય કેમ્પસ, ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાછળ, કન્યા છાત્રાલય કેમ્પસ, ન્યુ ઓમ શાંતિ ઇંગ્લિશ મિડીયમ વિદ્યાલય, સરદાર બાગ સામે, શનાળા, નવયુગ વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાછળ, શનાળા રોડ, ધી વી.સી.ટેક હાઇસ્કુલ, વી.સી.ફાટક પાસે, નિલકંઠ વિદ્યાલય, રવાપર રોડ, નિર્મળ વિદ્યાલય, શિવપાર્ક સોસાયટી, રવાપર કેનાલ રોડ, કિષ્‍ના સ્‍કૂલ, રવાપર ધુનડા રોડ, સાર્થક વિદ્યાલય, એલ.ઈ.કોલેજ રોડ, કેશર બાગ સામે, ઉમા વિદ્યા સંકલ, ઉમા ટાઉનશીપ, ધરમપુર રોડ, સર્કિટ હાઉસ પાસે, સેન્‍ટ મેરી સ્‍કુલ, નવલખી રોડ, મોરબી સહિતના સ્થાનો પર લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે કુલ નોંધાયેલા 2957 ઉમેદવારમાંથી 1750 ઉમેદવારોએ હાજર રહીને પરીક્ષા આપી હતી. જ્યારે 1207 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.

- text

- text