મોરબીમાં નિવાસી અધિક કલેકટરના બંગલા નજીક અજાણ્યા બાઇકની ઠોકરે આધેડનું મૃત્યુ : ફરિયાદ નોંધાઇ

- text


મોરબી : મોરબી શહેરની પોસ્ટ ઓફીસ નજીક આવેલ નિવાસી અધિક કલેકટરના બંગલા નજીક અજાણ્યા બાઈક ચાલકે સ્કૂટર લઈને જઈ રહેલા આધેડને હડફેટે લઈ અકસ્માત સર્જી નાસી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બેનલા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરની પોસ્ટ ઓફીસ નજીક આવેલ અધિક કલેકટરના બંગલા પાસે સ્કૂટર ઉપર જઈ રહેલા મનસુખભાઇ દેવરામભાઈ સવાડિયાને કોઈ અજાણ્યા બાઈક ચાલકે ટક્કર મારી ગત તા.13ના રોજ અકસ્માત સર્જતાં મનસુખભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર મયંકભાઈએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text