હળવદના માથકમાં લીંબુના ઝાડ સાથે લટકી ખેત શ્રમિકનો આપઘાત

- text


હળવદ : હળવદ તાલુકાના માથક ગામની સીમમાં હસમુખભાઇ ચંદુભાઇ સારલાના લીંબુના બગીચામાં ખેત મજૂરી કરતા મૂળ તારકાછલા ગામ, મુરાલીયા ફળીયુ, તા.કવાંટ જી.છોટાઉદેપુરના વતની વિકેશભાઇ રેમતાભાઇ રાઠવા, ઉ.36 નામના યુવાને અગમ્ય કારણોસર લીંબુના ઝાડ સાથે લટકી ગળેફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text