મોરબીમાં આર.ઓ. મહિલા કોલેજ દ્વારા બે દિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પ યોજાયો

- text


વિદ્યાર્થીનીઓએ ગુજરાતના સાબરકાંઠામાં પોળોના જંગલમાં માંગો પર્વત પર 4 કિલોમીટર જેટલું ટ્રેકિંગ, મંદિરો, રિસોર્ટમાં જુદી જુદી એડવેન્ચર એક્ટિવિટી તથા વોટરપાર્કનો પણ લ્હાવો લીધો

મોરબી : કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત રેવાબેન ઓધવજીભાઈ મહિલા કોલેજ દ્વારા બેદિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં S.Y. B.Com. માં અભ્યાસ કરતી સ્ટુડન્ટ્સ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર જોડાઈ હતી.

પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ પોળોના જંગલની મુલાકાત લીધેલ હતી. પોળોના જંગલમાં માંગો પર્વત પર 4 કિલોમીટર જેટલું ટ્રેકિંગ કરેલ હતું તથા ભીમ અને કલાલ પર્વતની ઉંચી ગિરિમાળાઓ જોઈ હતી. ટ્રેકિંગ દરમિયાન ત્યાંના નાના-મોટા ઝાડ તથા પશુ પંખીના અવાજ તથા સરીસૃપ પ્રાણીઓ વિશેની ઝીણવટભરી માહિતી મેળવેલ હતી. પોળોના જંગલોમાં આવેલ પૌરાણિક મંદિરો જેવા કે જૈન મંદિર, શિવ મંદિર, વિરેશ્વર મહાદેવનું મંદિર વગેરેની મુલાકાત લીધેલ હતી. પર્વત માળાની વચ્ચે કુદરતી રીતે રચાયેલ અને હરણાવ નદી પર બંધાયેલ વણજ ડેમની પણ મુલાકાત લીધી હતી. અંબિકા એક્ઝોટિકા રિસોર્ટમાં જુદી જુદી એડવેન્ચર એક્ટિવિટી તથા વોટરપાર્કનો પણ લ્હાવો લીધો હતો.

બીજા દિવસે રાજસ્થાન બોર્ડર પર આવેલ ખોખરા મહાદેવના મંદિરની પણ મુલાકાત લઈ મહાદેવના દર્શનનો લ્હાવો લીધેલ હતો તદુંપરાંત ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં BAPS અક્ષરધામ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરેલ હતા.

બે દિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન થાય તે માટે રાજકોટ ડિવિઝન હેઠળના મોરબી ST ડેપો દ્વારા બે ડિલક્સ બસની વ્યવસ્થા કરી આપવામાં આવેલ હતી તો આ તકે કોલેજ દ્વારા મોરબી ST વિભાગનો પણ આભાર માનવામાં આવ્યો હતો તથા બંને બસના ડ્રાઇવર મહેશભાઈ ડાંગર તથા વિક્રમભાઈ વીરડા નો પણ કોલેજ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

બે દિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે કોલેજના કોમર્સ ડિપાર્ટમેન્ટ ના HOD મયુરભાઈ હાલપરા તથા અધ્યાપકગણમાં કેતનભાઇ બકરાણીયા મિત્તલમેમ, નિકિતામેમ, અને વંદનામેમ ભારે જહેમત ઊઠાવી હતી.

- text

- text