મોરબી તાલુકા ભાજપના વિવિધ સેલના હોદેદારોની નિમણૂક

- text


આઈ.ટી. સેલ, એસ.એમ. સેલ, મીડીયા સેલ સહિતના સેલના કન્વીનર અને સહ કન્વીનરની વરણી કરાઈ

મોરબી : આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની અને ભાનુભાઈ મેતા તેમજ મોરબી જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર–વિમર્શ અને પરામર્શ કરીને મોરબી તાલુકા ભાંજપ વિવિધ સેલની નિમણુંક કરવામાં આવી છે.

મોરબી તાલુક ભાજપના એસ.એમ. સેલના કન્વીનર, કેતનભાઈ અઘારા તથા સહ કન્વીનર હર્ષદભાઈ હળવદીયા, સાગર વી. જાકાસણીયા, મુકેશ આર. માકાસણા, વિનોદ જી. ઘોડાસરા, યાજ્ઞવલ્કય જોષી, હિતેશભાઈ ભુત, કૌશિકભાઈ પરમાર, કેશુભાઈ કે. પરમાર તેમજ આઈ.ટી. સેલ – મોરબી તાલુકાના કન્વીનર ભાવેશભાઈ વરસડા, સહ કન્વીનર રોહીતભાઈ પટેલ તથા મીડીયા સેલ – મોરબી તાલુકાના કન્વીનર ચંદ્રેશભાઈ ઓધવીયા, સહ કન્વીનર મયંકભાઈ દેવમુરારી, પાર્થભાઈ વ્યાસ, સહકારીતા સેલ – મોરબી તાલુકાના કન્વીનર પરસોત્તમભાઈ કૈલા, સહ કન્વીનર નવિનભાઈ ફેફર, લીગલ સેલ – મોરબી તાલુકાના કન્વીનર નિશીથભાઈ પંડયા, ડોકટર સેલ – મોરબી તાલુકાના કન્વીનર ડૉ.નરેન્દ્રભાઈ પટેલ, સહ કન્વીનર ડો. નિલેશભાઈ કાવર, ડો. દિપકભાઈ કાવર, શિક્ષક સેલ – મોરબી તાલુકાના કન્વીનર ભુપતભાઈ બાવરવા,સહ કન્વીનર કાંતિલાલ ગામી, માલધારી સેલ – મોરબી તાલુકાના કન્વીનર સવજીભાઈ હણ, સહ કન્વીનર વિનોદભાઈ અજાણા, રાજભાઈ ગમારા, વણાટ કામ-મોરબી તાલુકાના કન્વીનર જયંતિલાલ સોલંકી, સહ કન્વીનર, બાબુભાઈ સોલંકી, રમત-ગમત સેલ – મોરબી તાલુકાના કન્વીનર નિલેશભાઈ કાલરીવા, સહ કન્વીનર તરીકે વિપુલભાઈ સંતોકીની વરણી કરવામાં આવી છે.

- text

- text